Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હર્ષદ મહેતા પર બનશે વેબ-સિરીઝ સ્કૅમ 1992

હર્ષદ મહેતા પર બનશે વેબ-સિરીઝ સ્કૅમ 1992

22 January, 2020 07:03 PM IST | રાજકોટ

હર્ષદ મહેતા પર બનશે વેબ-સિરીઝ સ્કૅમ 1992

હર્ષદ મહેતા

હર્ષદ મહેતા


‘હૉસ્ટેજ’ જેવી સુપરહિટ વેબ-સિરીઝ આપી ચૂકેલું ઍપોલોઝ એન્ટરટેઇનમેન્ટ શૅરબજારના કિંગ હર્ષદ મહેતા પર આધારિત વેબ-સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’ બનાવવા જઈ રહ્યું છે. જાણીતા બિઝનેસ-જર્નલિસ્ટ દેબાશિષ બાસુ અને સુચેતા દલાલે લખેલી બુક ‘સ્કૅમ ૧૯૯૨ – હર્ષદ મહેતા ટુ કેતન પારેખ’ પર આ વેબ-સિરીઝ આધારિત છે. ઇન્ડિયન હિસ્ટરીના સૌથી મોટા સિક્યૉરિટી સ્કૅમ પર આધારિત આ વેબ-સિરીઝનું ડિરેક્શન હંસલ મહેતા કરશે. હર્ષદ મહેતાના કૅરૅક્ટર માટે ઍક્ટરની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો : યે રિશ્તા ક્યા કહલાતા હૈ : 3000 એપિસોડ ને દોઢ વર્ષથી નંબર-વન



હંસલ મહેતાની ઇચ્છા છે કે હર્ષદ મહેતાનું કૅરૅક્ટર પરેશ રાવલ કરે, પણ ૧૦ વર્ષની જર્ની પરેશ રાવલના ચહેરા પર કેવી રીતે દેખાડવી એનો તોડ કાઢ્યા પછી પરેશ રાવલને અપ્રોચ કરવામાં આવશે, જ્યારે કેતન પારેખના કૅરૅક્ટર માટે તનવીર સિંહને ફાઇનલ કરવામાં આવ્યો છે. હર્ષદ મહેતાની જે કાર્યપદ્ધતિ હતી એનો કેતન પારેખે ખૂબ નજીકથી સ્ટડી કર્યો હતો એટલે આ બન્ને કૅરૅક્ટરને સાથે લઈને સબ્જેક્ટ ડેવલપ કરવાનું કામ ઈઝી રહ્યું એવું ડિરેક્ટરનું કહેવું છે.


Zee5 લાવશે માફિયા

હિન્દી અને બંગાળીમાં બનશે આ વેબ-સિરીઝ


ડિજિટલ પ્લૅટફૉર્મ પર આગળ વધતું જતું Zee5 ‘માફિયા’ નામની વેબ-સિરીઝ લાવી રહ્યું છે. ‘માફિયા’ની સૌથી મોટી વાત એ છે કે એમાં મુંબઈનું અન્ડરવર્લ્ડ નહીં, પણ બંગાળનું અન્ડરવર્લ્ડ જોવા મળશે. એક તબક્કે બંગાળમાં કેવી રીતે અન્ડરવર્લ્ડ કામ કરતું હતું અને ત્યાં કેવી રીતે ઑઇલ-માફિયા કામ કરતા હતા એની વાત ‘માફિયા’માં કહેવામાં આવી છે.
‘માફિયા’ એસકે મૂવીઝ અને રોડ-શો ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. આ વેબ-સિરીઝ માટે બંગાળી ફિલ્મોની સુપરસ્ટાર નમિતા દાસ અને મધુરિમા રૉયને સાઇન કરવામાં આવી છે, જ્યારે વેબ-સિરીઝના લીડ સ્ટાર તરીકે હિન્દી ફિલ્મોના સ્ટાર લેવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 07:03 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK