ઘરના હેલ્પર્સ અને ડ્રાઇવરને મદદ કરી રહી છે સયાની ગુપ્તા

Published: May 17, 2020, 16:57 IST | Agencies | Mumbai Desk

મહેરબાની કરીને તેમને પગાર આપવાનો નિર્ધાર કરો. હું આ કપરા સમયમાં મારા હેલ્પર્સ અને ડ્રાઇવરને સપોર્ટ કરવાનો નિશ્ચય કરું છું

સયાની ગુપ્તા
સયાની ગુપ્તા

સયાની ગુપ્તાએ જણાવ્યું છે કે તેણે પોતાના ઘરના હેલ્પર્સ અને ડ્રાઇવરને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. પોતાનો ફોટો શૅર કરીને સયાનીએ કૅપ્શન આપી હતી, ‘મને વિશ્વાસ નથી થતો કે એવા કેટલાય લોકો છે જેઓ પોતાના ઘરના હેલ્પર્સ અને સ્ટાફને પગાર નથી આપ્યો અને સાથે જ સંકટની આ ઘડીમાં તેમના પગારમાં કપાત કરી રહ્યા છે. તેમણે આપણને ખૂબ મદદ કરી છે, એથી હવે સમય છે કે આપણે તેમને સપોર્ટ કરીએ. આપણે ત્યારે જ ટકી શકીશું જ્યારે આપણે એકબીજાની મદદ કરીશું. આપણા હેલ્પર્સ ફરીથી કામ કરવાની સ્થિતિમાં નથી. એથી મહેરબાની કરીને તેમને પગાર આપવાનો નિર્ધાર કરો. હું આ કપરા સમયમાં મારા હેલ્પર્સ અને ડ્રાઇવરને સપોર્ટ કરવાનો નિશ્ચય કરું છું. આવું કરીને તમે મારા આ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો. 

1. સ્ટોરીઝ પર ક્લિક કરો.
2. તમારા ફોટો પર ટોક્યો ફિલ્ટરનો ઉપયોગ કરો.
3. ટાઇપરાઇટર ફોન્ટનો ઉપયોગ કરો.
4. “I PLEDGE”ને પિન્ક કરો.
5. મારા ડોમેસ્ટિક હેલ્પને આ સંકટની ઘડીમાં મદદ કરો અને બ્લૅક કરો. સાથે જ તમારા ફ્રેન્ડ્સને ટૅગ કરો અને તેમને પણ આવું કરવાનું કહો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK