આજે સત્યમેવ જયતે ૩ના છેલ્લા એપિસોડમાં દીપિકા, કંગના અને પરિણીતી

Published: 9th November, 2014 05:42 IST

આમિર ખાનના નાના પડદા પર આવતા કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ની ત્રીજી સીઝનના આજના છેલ્લા એપિસોડમાં દીપિકા પાદુકોણ, કંગના રનોટ અને પરિણીતી ચોપડા જોવા મળશે.


એમાં તેઓ આમિર સાથે ગંભીર વિષયો પર વાત કરવા સહિત થોડી હસી-મજાક પણ કરશે. આ હસી-મજાકમાં આ ત્રણે હિરોઇનો પોતાના વ્યક્તિગત જીવનમાં કેવો પતિ જોઈએ છે એ વિશે પણ ખુલાસો કરશે. કંગનાને એવો પતિ જોઈએ છે જે સંવેદનશીલ હોય, જ્યારે દીપિકાને વગર કોઈ શરતે ભરપૂર પ્રેમ કરનારો યુવક પોતાના પતિ તરીકે જોઈએ છે. આ ત્રણે હિરોઇનોની ત્રિપુટી પહેલાં આમિરે સલમાન ખાનને પોતાના શો પર આવવાનું આમંત્રણ આપ્યું હતું.

કરીનાનો સૌથી ફેવરિટ ખાન છે આમિર

કરીના કપૂરે આમિર, સલમાન અને શાહરુખ ઉપરાંત સૈફ એમ ચારેય ફેમસ ખાન ઍક્ટરો સાથે ફિલ્મો કરી છે અને સૈફ સાથે તો લગ્ન કયાર઼્ છે. જોકે તેનો ફેવરિટ ખાન ઍક્ટર તેનો પતિ સૈફ નહીં પણ આમિર ખાન છે. ખાસ કરીને આમિરની ફિલ્મની પસંદગી અને પર્ફેક્ટ ઍક્ટિંગની કરીના દીવાની છે. આમિર, સલમાન અને શાહરુખ સાથે કરીનાના સારા સંબંધો છે. તેણે કહ્યું હતું કે ‘સલમાનનો હું આદર કરું છું. શાહરુખ મને અને સૈફને ખૂબ ચાહે છે, પરંતુ ઍક્ટર તરીકે આમિર ખાન મારો ફેવરિટ ખાન છે. દરેક પાત્રમાં તે ઓતપ્રોત થઈને જે ઍક્ટિંગ કરે છે એ અદ્ભુત છે. હું હંમેશાં આમિરની ફૅન રહી છું.’   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK