સત્યમેવ જયતે 2 ૨૦૨૧ની ઈદ દરમ્યાન થશે રિલીઝ

Published: 22nd September, 2020 13:00 IST | Agencies | Mumbai

2018માં આવેલી ‘સત્યમેવ જયતે’ને ખાસ્સી સફળતા મળી હતી. હવે આ ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવાનો નિર્ણય જૉન એબ્રાહમ, ડિરેક્ટર મિલાપ ઝવેરી અને પ્રોડ્યુસરે કર્યો છે.

સત્યમેવ જયતે 2
સત્યમેવ જયતે 2

જૉન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ 2021ની 12 મેએ એટલે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. આ વખતે આ ફિલ્મમાં લખનઉના ભ્રષ્ટાચારને દેખાડવામાં આવશે. 2018માં આવેલી ‘સત્યમેવ જયતે’ને ખાસ્સી સફળતા મળી હતી. હવે આ ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવાનો નિર્ણય જૉન એબ્રાહમ, ડિરેક્ટર મિલાપ ઝવેરી અને પ્રોડ્યુસરે કર્યો છે. આ સીક્વલ માટે દિવ્યા ખોસલા કુમારને લીડ રોલ માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મને ટી-સિરીઝ સહિત અન્ય પ્રોડ્યુસર્સ પ્રોડ્યુસ કરશે. ફિલ્મ વિશે મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની ઍક્શન આ વખતે પહેલાં કરતાં દસગણી વધુ ગતિશીલ, બહાદુરીથી ભરપૂર અને શક્તિશાળી દેખાડવામાં આવશે. જૉન ભ્રષ્ટાચારને કચડશે, ફાડશે અને વિનાશ કરશે જે તેણે આ પહેલાં કદી પણ સિલ્વર સ્ક્રીન પર નથી કર્યું એટલું જ નહીં, દિવ્યા પણ દર્શકોને પોતાની પાવરફુલ ઍક્શન, વીરતા અને સુંદરતાથી આકર્ષિત કરશે. ‘સત્યમેવ જયતે 2’નો પહેલો ભાગ ભવ્ય હતો અને સાથે જ ઍક્શન, મ્યુઝિક, ડાયલૉગબાજી, દેશભક્તિ અને હીરોઇઝમને સેલિબ્રેટ કરે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK