સરોજ ખાનના નિધન અંગે માધુરી દીક્ષિતે લખ્યો ભાવુક સંદેશ, કહ્યું આ...

Published: Jul 03, 2020, 12:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

કોરિયોગ્રાફરનું નિઘન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. મુંબઇના ગુરુનાનક હૉસ્પિટલમાં શુક્રવારે સવારે લગભગ 2 વાગ્યે સરોજ ખાને અંતિમ શ્વાસ લીધા.

માધુરી દીક્ષિત સરોજ ખાન સાથે
માધુરી દીક્ષિત સરોજ ખાન સાથે

બોલીવુડનાં જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનાં નિધન થકી બોલીવુડ ઇન્ડસ્ટ્રીને જોરદાર ઝાટકો લાગ્યો છે. કોરિયોગ્રાફરનું નિઘન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. મુંબઇના ગુરુનાનક હૉસ્પિટલમાં શુક્રવારે સવારે લગભગ 2 વાગ્યે સરોજ ખાને અંતિમ શ્વાસ લીધા. સરોજ ખાનનું જવું ઇન્ડસ્ટ્રી માટે એક મોટો ઝટકો છે. તેમના નિધનના સમાચારથી દરેક સેલેબને આંચકો લાગ્યો છે.

સ્ટાર્સ ટ્વીટ દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે અને લેજેન્ડ કોરિયોગ્રાફરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, તાપસી પન્ની, નિમરત કૌર, અનુપમ ખેર સહિત ઘણાં સેલેબ્સ સરોજ ખાનના જવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ દરમિયાન સરોજ ખાનની ફેવરિટ સ્ટૂડેન્ટ માધુરી દીક્ષિતે પણ એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો છે.

માધુરીએ પણ ટ્વીટ દ્વારા પોતાના ગુરૂ અને મિત્રને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ લખ્યું છે કે હું વિખેરાઇ ગઈ છું. માધુરીએ ટ્વીટ કરતાં લખ્યું, "હું મારી મિત્ર, ગુરુ, સરોજ ખાનના જવાથી વિખેરાઇ ગઇ છું. મારા ડાન્સમાં મને સંપૂર્ણ પોટેન્શિયલ સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે તેમના કામની હંમેશાં આભારી રહીશ. વિશ્વએ એક અદ્ભૂત પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવી છે. હું તમને યાદ કરીશ. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ."

માધુરી માટે જ કર્યું હતું છેલ્લું ગીત કોરિયોગ્રાફ:
સરોજ ખાને આમ તો અનેક સેલેબ્સને પોતાના ઇશારે નચાવ્યા છે, પણ માધુરી દીક્ષિત તેમની ફેવરિટ ડાન્સર હતી. ધક-ધક, ડોલા રે ડોલા, એક દો તીન, ચોલી કે પીછે ક્યા હૈ જેવા માધુરીના અનેક હિટ ગીતોને સરોજ ખાને જ કોરિયોગ્રાફ કર્યા હતા. અને સંજોગ જુઓ તો તેમણે પોતાના જીવનની છેલ્લી કોરિયોગ્રાફી પણ માધુરી દીક્ષિત માટે જ કરી હતી. તાજેતરમાં જ રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મમાં 'કલંક'માં માધુરી દીક્ષિત પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું હતું 'તબાહ હો ગયે.' આ ગીત સરોજ ખાને જ કોરિયોગ્રાફ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK