ફિલ્મમેકર જૉન મેથ્યુ મથાન ‘સરફરોશ 2’ની સ્ક્રિપ્ટ સાથે તૈયાર છે. 1999માં આવેલી ‘સરફરોશ’ માટે તેમને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, આમિર ખાન અને સોનાલી બેન્દ્રે લીડ રોલમાં જોવા મળ્યા હતાં. હવે આ ફિલ્મની સીક્વલ વિશે જૉન મૅથ્યુ મથાને કહ્યું હતું કે ‘મેં ‘સરફરોશ 2’ની સ્ક્રિપ્ટ ફાઇનલ કરતાં પહેલાં પાંચથી છ વખત લખી હતી. હું જ્યારે સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે એના પર થનારી નિંદા વિશે વિચારતો અને બાજુએ રાખી દેતો હતો. પાંચથી છ મહિના બાદ મેં ફરીથી લખવાનું શરૂ કર્યું અને એમાં ખામીઓ દેખાઈ આવી હતી. ‘સરફરોશ 2’ની આ પાંચમી સ્ક્રિપ્ટ છે, જેને હવે ફાઇનલ કરવામાં આવી છે. તમારી ખરા અર્થમાં ટીકા કરી શકે એવા સારા ફ્રેન્ડ્સ હોવા જરૂરી છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે ભારતનાં સુરક્ષા દળ અનેક તકલીફોનો સામનો કરીને દેશની સલામતી માટે અડીખમ ઊભાં છે.’
Akshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTAishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં, સોશિયલ મીડિયા પર છે ચર્ચા
27th February, 2021 16:49 ISTહિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી
27th February, 2021 16:13 ISTશાહરુખ માટે બનાવવામાં આવ્યું મુંબઈમાં આફ્રિકા
27th February, 2021 16:08 IST