Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારેગામા અને એમેઝોનનું સ્માર્ટ મ્યુઝિકલ ટાઇ-અપ

સારેગામા અને એમેઝોનનું સ્માર્ટ મ્યુઝિકલ ટાઇ-અપ

28 November, 2019 11:21 AM IST | Mumbai

સારેગામા અને એમેઝોનનું સ્માર્ટ મ્યુઝિકલ ટાઇ-અપ

સારેગામા અને એમેઝોનનું સ્માર્ટ મ્યુઝિકલ ટાઇ-અપ


સારેગામા મ્યુઝિક અને એમેઝોન પ્રાઇમે એક ગજબનાક જોડાણ કર્યું છે, જે મુજબ હવે એમેઝોન સારેગામા મ્યુઝિક કંપની પાસે રહેલાં મ્યુઝિક ઓડિયોના વીડિયો પણ બનાવશે અને એ સોંગ્સનું રીક્રિએશન પણ કરશે. આ પાછળનો હેતુ બહુ સરળ છે કે ચાળીસી વટાવી ચુકલો શ્રોતા ડિજિટલ પ્લેટફોર્મ તરફ આવે અને એમને પણ એ મ્યુઝિકનો આનંદ મળે જે સાંભળીને તેમણે પોતાની ટીનએજ અને યુવાવસ્થા પસાર કરી છે.
સારેગામા અને એમેઝોને સૌથી પહેલું સોંગ રીક્રીએટ કરીને લૉન્ચ પણ કર્યુ, ફિલ્મ ‘શોર’નું ઇક પ્યાર કા નગ્મા હૈ... ગીત જે ઓરિજિનલી મુકેશ અને લતા મંગેશકરે ગાયું હતું. રીક્રીએશનમાં આ સૉંગ પાપોન અને નીતિમોહને ગાયું છે. આ ગીતનું મ્યુઝિક લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. મ્યુઝિક પણ રીક્રીએશન કરવામાં આવ્યું છે, જે આર્કો દ્વારા તૈયાર થયું છે.
સારેગામા અને એમેઝોન દ્વારા શરૂ કરવામાં આવેલાં આ ‘કાંરવા લૉન્જ’માં ત્રીસથી પણ વધુ સીત્તેરના દશકના મોસ્ટ પોપ્યુલર સોંગ્સ રીક્રીએટ કરશે અને નવેસરથી એ ગીતોને લૉન્ચ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 11:21 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK