Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HIV પીડિત બાળકો અને પરિવારની મદદ માટે સારા અલી ખાન જમા કરશે ફન્ડ

HIV પીડિત બાળકો અને પરિવારની મદદ માટે સારા અલી ખાન જમા કરશે ફન્ડ

03 January, 2020 05:07 PM IST | Mumbai Desk

HIV પીડિત બાળકો અને પરિવારની મદદ માટે સારા અલી ખાન જમા કરશે ફન્ડ

HIV પીડિત બાળકો અને પરિવારની મદદ માટે સારા અલી ખાન જમા કરશે ફન્ડ


સારા અલી ખાન HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસથી પીડિત બાળકો અને કુટુંબોની મદદ કરવા માટે ધનરાશિ એકઠી કરવાની છે. તે અંશુલા કપૂરના ઑનલાઇન ફન્ડરેઝિંગ પ્લૅટફૉર્મ ફૅનકાઇન્ડ સાથે મળીને કામ કરી રહી છે. ફૅનકાઇન્ડ.ઓઆરજીના મારફત ફૅન્સ ડોનેટ કરી શકે છે. આ તમામ ફૅન્સમાંથી લકી વિનરને સારા સાથે મુલાકાત કરવાની તક મળશે. એના માધ્યમથી જમા થયેલી રકમ સામાજિક સંસ્થા ‘કમિટેડ કમ્યુનિટીઝ ડેવલપમેન્ટ ટ્રસ્ટ’ને મદદ માટે આપવામાં આવશે. આ સંસ્થાના કામની પ્રશંસા કરતાં સારાએ કહ્યું હતું કે ‘HIV પીડિત બાળકો અને કુટુંબોનાં કલ્યાણ માટે કામ કરતી ‘કમિટેડ કમ્યુનિટીઝ ડેવલપમેન્ટ ટ્રસ્ટ’ની હું આભારી છું. તેઓ ન માત્ર એઇડ્સથી પીડિતોને રહેઠાણ અને સાધનસામગ્રી પૂરી પાડે છે, પણ સાથે જ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખે છે કે જે પરિવારમાં કોઈ વ્યક્તિ આ બીમારીનો ભોગ બને તો તેને પોતાનાથી અળગી ન કરવામાં આવે. સાથે જ એ પરિવારને પણ સાથ આપવો જોઈએ જે HIV પીડિત વ્યક્તિને સપોર્ટ કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ સંસ્થા એ કલંક અને ભેદભાવ દૂર કરવાની સાથે એ વાતની પણ ખાસ કાળજી લે છે કે પીડિતોને પૂરતી ટ્રીટમેન્ટ મળે, જાણકારી મળે અને આ બીમારીને ફેલાતી અટકાવવામાં અગત્યનાં પગલાં લેવામાં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 05:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK