Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલ સાથે ઇમોર્ટલ અશ્વત્થામામાં જોવા મળશે સારા?

વિકી કૌશલ સાથે ઇમોર્ટલ અશ્વત્થામામાં જોવા મળશે સારા?

28 November, 2020 07:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલ સાથે ઇમોર્ટલ અશ્વત્થામામાં જોવા મળશે સારા?

વિકી કૌશલ, સારા અલી ખાન

વિકી કૌશલ, સારા અલી ખાન


સારા અલી ખાન ‘ઇમોર્ટલ અશ્વત્થામા’માં વિકી કૌશલ સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. વિકીની જેમ જ સારાની પણ આ ફિલ્મમાં અગત્યની ભૂમિકા રહેશે. આ ફિલ્મ માટે વિકીએ સખત ટ્રેઇનિંગ લેવાની રહેશે. સારા પણ આ ફિલ્મ સાઇન કરીને આવતા વર્ષથી એની તૈયારી શરૂ કરવાની છે. સારા હાલમાં તો આનંદ એલ. રાયની ‘અતરંગી રે’ના છેલ્લા શેડ્યુલમાં બિઝી છે. ‘ઇમોર્ટલ અશ્વત્થામા’નું શૂટિંગ શરૂ થાય એ પહેલાં વિકી ચાર મહિનાની ટ્રેઇનિંગ લેશે. આ ફિલ્મ માટે વિકી માર્શલ આર્ટ્સ, ક્રવ માગ અને જુજુત્સુની તૈયારી શરૂ કરશે. ઘોડેસવારી, આર્ચરી અને તલવારબાજી પણ તે શીખવાનો છે. આ ફિલ્મને ભારતની સાથે જ ગ્રીસ, નામિબિયા, ન્યુ ઝીલૅન્ડ અને જપાનમાં શૂટ કરવામાં આવશે. ફિલ્મ વિડિયો ઇફેક્ટ્સથી ભરપૂર હશે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2020 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK