સારા અલી ખાને કાર્તિક આર્યન માટે કરી ભાવુક પોસ્ટ, તો રણવીર સિંહે કહ્યું...

મુંબઈ | Jul 02, 2019, 20:35 IST

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન સામે આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

સારા અલી ખાને કાર્તિક આર્યન માટે કરી ભાવુક પોસ્ટ, તો રણવીર સિંહે કહ્યું...

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાન સામે આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે. સારાને કાર્તિક આર્યન ગમે છે, એટલે આ ફિલ્મ માટે તે ખૂબ જ ઉત્સાહિત હતી. હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે ત્યારે સારા સેટને ખૂબ જ મિસ કરી રહી છે. સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર શૂટિંગ દરમિયાનનો ફોટો પોસ્ટ કરીને કાર્તિક સાથે કામ કરવા અંગેની લાગણીઓ વ્યક્ત કરી છે.

સારા અલી ખાને શૂટિંગ પુરુ થવા પર ફોટોઝ શૅર કરીને ઈમોશનલ પોસ્ટ કરી છે. તેમણે કાર્તિક આર્યન માટે લખ્યું છે કે,'શૂટિંગ દરમિયાન મને સહજ મહેસૂસ કરાવવા માટે આભાર. નિસ્વાર્થ ભાવે મારી મદદ કરવા માટે અને સતત મારુ ધ્યાન રાખવા માટે આભારત. તમારી સાથે કૉફીથી ચા પીવા સુધી, હું ઈચ્છું કે આવું ફરી બને. હું તમને એટલા મિસ કરીશ જેટલા તમે વિચારી પણ નથી શક્તા.'

 
 
 
View this post on Instagram

It's a WRAP!! 66 days & a million memories ❤️🌈 Thank you @imtiazaliofficial for making my dream come true🤗🤩 I truly appreciate your warmth, patience and consideration with me every single day. Being on your set has been a privilege that I will always cherish and already miss🙏🏼 🎈 Thank you @kartikaaryan for instantly making me comfortable with you, for selflessly giving and for consistently looking out for me. From coffee’s about you to chai’s with you, I wish we could do it all over again ☕️ 🧿💓 I’m going to miss you more than you know and more than I can admit 🤭🤦🏻‍♀️ Imtiaz Ali’s next with @kartikaaryan and @randeephooda. ‬ ‪Releasing on 14th Feb 2020. Presented by @officialjiocinema , #DineshVijan’s @maddockfilms , @imtiazaliofficial & @reliance.entertainment @wearewsf

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onJul 1, 2019 at 5:49am PDT

સારા અલી ખાનની આ પોસ્ટ પર અભિનેતા રણવીરસિંહે પણ કમેન્ટ કરી છે. રણવીરસિંહે સારા અલી ખાનની પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું છે,'ખૂબ જ ક્યુટ, ભૂલતી નહીં સૌથી પહેલા કોણે મળાવ્યા હતા.' તમને જણાવી દઈએ કે સારા અલી ખાન જ્યારે પિતા સૈફ અલી ખાન સાથે કૉફી વીથ કરણમાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે તેને કાર્તિક આર્યન ખૂબ જ પસંદ કરે છે. આ નિવેદન બાદ એક પાર્ટીમાં સારા અને કાર્તિક બંને ભેગા થઈ હતા. પાર્ટીમાં રણવીરસિંહ પણ હાજર હતા, તેમણે કાર્તિક અને સારાનું ઈન્ટ્રોડક્શન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

ફિલ્મની વાત કરીએ તો ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી કરાયું. મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ લવ આજ કલની સિક્વલ છે. ફિલ્મ 2020માં રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK