સૈફ અલી ખાનના જન્મ દિવસ પર પુત્રી સારાએ શૅર કર્યો ઈમોશનલ મેસેજ

Published: Aug 16, 2019, 15:34 IST

સૈફ અલી ખાન આજે તેનો 49મો જન્મદિવસ લંડનમાં મનાવી રહ્યો છે. સેલિબ્રેશન પહેલા પુત્રી સારી અલી ખાને આ સમયને વધુ ખાસ બનાવ્યો છે. સારાએ સૈફ અલી ખાન સાથે ફોટો શૅર કર્યો છે

સૈફ અલી ખાન આજે તેનો 49મો જન્મદિવસ લંડનમાં મનાવી રહ્યો છે. સેલિબ્રેશન પહેલા પુત્રી સારી અલી ખાને આ સમયને વધુ ખાસ બનાવ્યો છે. સારાએ સૈફ અલી ખાન સાથે ફોટો શૅર કર્યો છે. ફોટોમાં સારા અલી ખાન તૈમૂર અને ઈબ્રાહિમ અલી સાથે જોવા મળી રહી છે. સૈફ અલી ખાન પણ ફોટોમાં જોડે દેખાઈ રહ્યાં છે. ફોટો શૅર કરતા સારાએ ઈમોશનલ કેપ્શન આપતા સૈફને બર્થ-ડે વિશ કર્યું.

 
 
 
View this post on Instagram

Happiest birthday Abba 🎁 🎂 🍰 I love you so much ❤️🤗👨‍👧‍👦🐣🐥

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onAug 16, 2019 at 12:23am PDT

સારાએ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, 'જન્મદિન મુબારક અબ્બા... હું તમને ઘણો પ્રેમ કરું છું (Happiest birthday Abba 🎁 🎂 🍰 I love you so much).' સારાએ પોસ્ટ કરેલા ફોટોમાં તૈમૂર અલી ખાન ગુસ્સામાં દેખાઈ રહ્યો છે.જો કે કરિના કપૂર ફોટોમાંથી મિસિંગ છે.

સૈફ અલી ખાનની બર્થ-ડે પર સારાની જેમ ગિફ્ટ મળી છે. સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ લાલ કપ્તાન 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. સૈફ અલી ખાન નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2ને લઈને ચર્ચામાં છે. વેબ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દકી, પંકજ ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK