ક્યારેક આવી દેખાતી હતી બોલીવુડની આ અભિનેત્રી, ફોટો જોઈને કાર્તિક આર્યને ઉડાવી મજાક

Published: Sep 04, 2019, 18:56 IST | મુંબઈ

અત્યારે ખૂબસૂરત દેખાતી બોલીવુડની આ અભિનેત્રી ક્યારેક આવી દેખાતી હતી. ફોટો જોઈને કાર્તિક આર્યને મજાક ઉડાવી છે.

કેદારનાથ અને સિમ્બા જેવી હિટ ફિલ્મો આપનાર બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન બોલીવુડની સૌથી વધુ ફિટ અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંથી એક છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સારા ખૂબ જ જાડી હતી. તેનો વજન એટલો વધારો હતો કે તમે તેનો જૂનો ફોટો જોશો તો તમે એક સેકન્ડ માટે તેને ઓળખી પણ નહીં શકો. પરંતુ આકરી મહેનત અને હેલ્ધી ડાયેટથી સારાએ પોતાની જાતને ફિટ રાખી છે.

 
 
 
View this post on Instagram

Throw🔙 to when I couldn’t be thrown🔙☠️🙌🏻🎃🐷🦍🍔🍕🍩🥤↩️ #beautyinblack

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onSep 4, 2019 at 1:54am PDT

સારા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી છે. આ વાત તો તમામ જાણે છે કે સારા, પોતાની માતા અમૃતાની ખૂબ જ નજીક છે અને તેમની સાથે તે જોવા મળે છે. સારા ઘણીવાર જણાવી ચુકી છે અને તેમની ફેવરિટ પાર્ટી પાર્ટનર તેમની માતા છે. તે પોતાની માતા સાથે ખૂબ જ આનંદ માણે છે. હાલમાં જ સારાએ અમૃતા સિંહની સાથે એક જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં એક્ટ્રેસ ઓળખાઈ જ નથી રહી. તેમનું વજન ખૂબ જ વધેલો છે. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે માતા અને દીકરી બંનેએ બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો છે. આ ફોટોમાં સારા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

 
 
 
View this post on Instagram

Happy Birthday Princess @saraalikhan95 ❤️ And Eid Mubarak (this time without the mask )

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onAug 12, 2019 at 7:21am PDT

સારાના આ ફોટો પર તેના ચાહકો જાત-જાતના કમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેને ક્યૂટ કહી રહ્યા છે તો કોઈ તેને ત્યારે પણ ખૂબસૂરત કહી રહ્યા છે. આ વચ્ચે સારા અલી ખાનના ખાસ મિત્ર કાર્તિક આર્યને તેનો ફોટો પર કમેન્ટ કરીને તેની મજાક કરી છે. કાર્તિકે કહ્યું કે, આ યુવતી સારા અલી ખાન જેવી જ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે કાર્તિક અને સારા વચ્ચે કેમેસ્ટ્રી હંમેશા સમાચારોમાં રહે છે. બંનેને સતત સાથે જોવા મળે છે. એટલું જ નહીં સારા સાથે સમય વિતાવવા માટે કાર્તિક પોતાની ઈવેન્ટ પણ કેન્સલ કરવા રાજી થઈ જાય છે. વર્કફ્રંટની વાત કરીએ તો બંને જલ્દી જ લવ આજ કલ 2માં નજર આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK