Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાને સેટ પરથી શૅર કરી વરુણ ધવનની તસવીર, લખ્યું કંઇક આવું

સારા અલી ખાને સેટ પરથી શૅર કરી વરુણ ધવનની તસવીર, લખ્યું કંઇક આવું

02 October, 2019 03:22 PM IST | મુંબઈ ડેસ્ક

સારા અલી ખાને સેટ પરથી શૅર કરી વરુણ ધવનની તસવીર, લખ્યું કંઇક આવું

સારા અલી ખાન સાથે વરુણ ધવન.

સારા અલી ખાન સાથે વરુણ ધવન.


ફિલ્મ 'કેદારનાથ' સાથે ડેબ્યૂ કરનાર સારા અલી ખાન હવે ટૂંક સમયમાં જ ડેવિડ ધવનની ફિલ્મ 'કૂલી નં 1'ની રિમેકમાં જોવા મળશે. હાલ સારા અલી ખાન પોતાના કૉસ્ટાર વરુણ ધવન સાથે મન લગાવીને ફિલ્મ પર કામ કરી રહી છે. શૂટિંગ દરમિયાન બન્ને પોતાની તસવીરો શૅર કરતાં હોય છે. સારાએ સેટ પરથી એક તસવીર શૅર કરી છે જેમાં તે ફરી એક વાર શાયરી કરતી જોવા મળે છે.

કેદારનાથ અભિનેત્રી સારા અલી ખાને પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કૂલી નં 1ના સેટની એક તસવીર શૅર કરી છે જેમાં તેની સાથે વરુણ ધવન પણ જોવા મળે છે. આ તસવીરમાં સારાએ વરુણના વખાણ કરતાં લખ્યું છે, જ્યારે તેના શબ્દો તમને એક્ટિંગ શીખવતાં હોય, પણ તેની એક્શન તમને કેમેરો ફેસ કરતાં શીખવાડતી હોય.




આ તસવીરમાં વરુણ ધવન પોતાની ફિલ્મના પાત્રમાં દેખાય છે. પીળા કલરની રેટ્રો સ્ટાઇલ શર્ટમાં તેનો રાજૂ કૂલી અવતાર તમને પણ ગોવિંદાની યાદ અપાવી દેશે. બીજી તરફ સારા અલી ખાન પણ પીળા કલરની શૉર્ટ કુર્તી સાથે સફેદ ગરારા પહેરેલી જોવા મળે છે.


આ પહેલા પણ સારા અલી ખાનની ઘણીવાર સેટ પરથી સુંદર તસવીરો શૅર કરતી હોય છે. સારા હાલ સોશિયલ મીડિયા પર વરુણ માટે ઘણી શાયરીઓ કરતી જોવા મળે છે. આ પહેલા પણ તેણે રાજૂ કૂલીના ફર્સ્ટ લૂકની તસવીર પણ સરસ શાયરી સાથે શૅર કરી હતી.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

કૂલી નં 1 સિવાય સારા અલી ખાન ટૂંક સમયમાં જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં કાર્તિક આર્યન સાથે દેખાવાની છે. ફિલ્મ કૂલી નં 1 પહેલી મે 2020માં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 03:22 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK