હું ઇન્ડસ્ટ્રીમાં સૌને ખુશ કરવા માટે નથી આવી: સારા અલી ખાન

Published: Feb 05, 2020, 13:39 IST | Mohar Basu | Mumbai

પોતાને જે યોગ્ય લાગે એ કરે છે એ વિશે સારા અલી ખાને કહ્યું...

સારા અલી ખાન
સારા અલી ખાન

સારા અલી ખાને જણાવ્યું હતું કે તેને જે ઠીક લાગે છે એ કરે છે અને ઇન્ડસ્ટ્રીમાં તે સૌને ખુશ રાખવા માટે નથી આવી. ઇમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ 2’માં સારા અને કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૦૯માં આવેલી ‘લવ આજ કલ’ની સીક્વલ છે. એ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળ્યાં હતાં. સારાની ‘લવ આજ કલ 2’ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે જણાવતાં સારાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મ કરવા માટે હું રાજી થઈ હતી. મેં ઇમ્તિયાઝ સરને પૂછ્યું હતું કે આપણે આ ફિલ્મને ‘લવ આજ કલ 2’ નામ ન આપી શકીએ? તો તેમણે જણાવ્યું હતું કે કન્સેપ્ટ તો એના જેવો જ છે. અલગ-અલગ પેઢી માટે પ્રેમની વ્યાખ્યા પણ અલગ હોય છે. એ જ ફિલ્મનો આઇડિયા પણ છે.’

આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને લઈને લોકોના અલગ-અલગ વિચારો છે. એને લઈને સારાએ કહ્યું હતું કે ‘મારા વિશે લોકોનાં જે પણ મંતવ્યો હોય હું એને આવકારું છું. જોકે હું આશા રાખું છું કે લોકો મારી ફિલ્મની ૨૦૦૯માં આવેલી ‘લવ આજ કલ’ સાથે સરખામણી ન કરે. અમે આ ફિલ્મમાં છીએ અને કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે પણ તૈયાર છીએ. હું અહીં દુનિયાને ખુશ રાખવા માટે નથી આવી, એથી મને જે યોગ્ય લાગે છે હું એ જ કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK