Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાને જણાવ્યું, ક્યાં અને કેવી રીતે કરશે લગ્ન

સારા અલી ખાને જણાવ્યું, ક્યાં અને કેવી રીતે કરશે લગ્ન

11 February, 2020 04:54 PM IST | Mumbai Desk

સારા અલી ખાને જણાવ્યું, ક્યાં અને કેવી રીતે કરશે લગ્ન

સારા અલી ખાને જણાવ્યું, ક્યાં અને કેવી રીતે કરશે લગ્ન


સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ 'લવ આજ કલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ડાયરેક્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે અને આમાં પહેલી વાર કાર્તિક આર્યન અને સારાની જોડી દેખાશે. તાજેતરની એક ઇવેન્ટમાં સારાને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું. જેનો તેણે ખૂબ જ ખુલ્લા દિલે જવાબ આપ્યો.

જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે તે ક્યાં લગ્ન કરવા માગે છે તો જવાબમાં સારાએ કહ્યું કે તે ન્યૂયૉર્કમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગે છે. હવે આ વાત તો બધાં જાણે છે કે સારાને ન્યૂયૉર્ક ખૂબ જ ગમે છે અને તે ઘણીવાર રજાઓ મનાવવા અમેરિકા જતી હોય છે. જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે તે શું એક ધામધૂમવાળા લગ્ન કરવા માગે છે તો તેના જવાબમાં સારાએ કહ્યું કે તે એક સામાન્ય રીતે લગ્ન કરવા માગે છે.



આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો


દરમિયાન જણાવીએ કે કાર્તિક સાથે 'લવ આજ કલ' સિવાય સારા વરુણ ધવન સાથે 'કુલી નંબર 1'માં દેખાશે જેનું ડાયરેક્શન ડેવિડ ધવન કરી રહ્યા છે. આ સિવાય તાજેતરમાં જ તેણે અક્ષય કુમાર અને ધનુષની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'અતરંગી રે' પણ સાઇન કરી છે. 'લવ આજ કલ' આ વેલેન્ટાઇન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રિલીઝ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 04:54 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK