Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં જ્યારે સારા અલી ખાને રસ્તા પર ડાન્સ કર્યો ત્યારે થયુ હતું આવું

બાળપણમાં જ્યારે સારા અલી ખાને રસ્તા પર ડાન્સ કર્યો ત્યારે થયુ હતું આવું

21 November, 2020 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાળપણમાં જ્યારે સારા અલી ખાને રસ્તા પર ડાન્સ કર્યો ત્યારે થયુ હતું આવું

સારા અલી ખાન (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

સારા અલી ખાન (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


બૉલીવુડ સેલેબ્ઝની દરેક હિલચાલ પર લોકોની નજર હોય છે. અનેકવાર તેમના જુના ઈન્ટરવ્યૂ અને તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હોય છે. તાજેતરમાં આવો જ એક જુનો વીડિયો અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)નો વાયરલ થયો છે. અભિનેત્રીનો આ જુનો ઈન્ટરવ્યૂ છે. જેમાં તે તેના બાળપણનો એક મજેદાર કિસ્સો સંભળાવે છે. જેમાં તેણે કહ્યું છે કે, રસ્તા પર ડાન્સ કરતી સારાને લોકો ભિખારી સમજીને પૈસા આપવા લાગ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં સારા અલી ખાને કહ્યું છે કે, ‘એકવાર બાળપણમાં મારા પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ મને અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને સાથે વેકેશન પર લઈને ગયા હતા. તેઓ અંદર શોપિંગ કરવા ગયા, હું અને ભાઈ બહાર ઊભા હતા. આ દરમિયાન મેં ડાન્સ કરવાનું શરુ કર્યું. લોકો ઊભા રહી ગયા અને મને પૈસા આપવાના શરુ કરી દીધા. મેં પણ તે બધા રૂપિયા રાખી લીધા અને વિચાર્યું કે રૂપિયા મળી રહ્યા છે તો કઈ પણ કરી લો. કરતા રહો. મેં વધારે ડાન્સ કર્યો.’



 
 
 
View this post on Instagram

A post shared by Paid promotion? (@viral_videolover)


અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘જ્યારે મમ્મી-પપ્પા દુકાનમાંથી બહાર આવ્યા ત્યારે અમારા નોકરે તેમને જણાવ્યું કે સારાનો ડાન્સ લોકોને ગમી રહ્યો હતો. તે લોકોને સારા ક્યુટ લાગતી હતી આથી રૂપિયા આપી ગયા. આ સાંભળીને મમ્મીએ કહ્યું, ક્યુટ નહિ પણ તેમને આ ભિખારી લાગી, એટલે રૂપિયા આપ્યા.’


સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર 1’ છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મમાં સારા અલી ખાન સાથે મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK