સારા અલી ખાને કાર્તિક આર્યન સાથે આ કામ કરવાની પાડી ના, જાણો શું છે ઘટના

Published: Sep 07, 2019, 16:04 IST | મુંબઈ ડેસ્ક

સારાને કાર્તિક આર્યન સાથે એક ફિલ્મની ઑફર આપવામાં આવી હતી, જેને કોઇક કારણસર સારાએ ના પાડી દીધી છે.

સારા અલી ખાન
સારા અલી ખાન

2018માં ફિલ્મ કેદારનાથ સાથે પોતાનો બોલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી સારા અલી ખાને પોતાની અદાઓથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. હાલ સારા કાર્તિક આર્યન સાથે પોતાના અફેરની અફવાઓને કારણે પણ ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ સારાને કાર્તિક આર્યન સાથે એક ફિલ્મની ઑફર આપવામાં આવી હતી, જેને કોઇક કારણસર સારાએ ના પાડી દીધી છે.

કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ ભૂષણ કુમારની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા2'માં દેખાશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનારી અભિનેત્રીની શોધ થઈ રહી છે. પિન્કવિલાની રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનને આ ફિલ્મમાં લીડ રોલ ભજવવા માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મનો ભાગ બનવાની ના પાડી દીધી.

 
 
 
View this post on Instagram

Teri Aankhein Bhool Bhulaiyaa Baatein hai Bhool Bhulaiyaa 🎶 #BhoolBhulaiyaa2 💀✌🏻🙏🏻

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onAug 18, 2019 at 11:52pm PDT

સારા અલી ખાન પહેલા શ્રદ્ધા કપૂરને પણ આ ફિલ્મની ઑફર આપવામાં આવી હતી પણ તેની સતત આવતી ફિલ્મોને કારણે તેણે પણ આ ઑફરની ના પાડી દીધી. મેકર્સ હવે ફરી આ ફિલ્મ માટે ફીમેલ લીડ રોલની શોધમાં છે.

કાર્તિક આર્યને પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી 'ભૂલ ભૂલૈયા2'નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો જેને જોઈને ચાહકો ઘણાં ઉત્સુક થઈ ગયા હતા. સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરે ના પાડી દીધી અને હવે જોવાનું એ છે કે કાર્તિક આર્યન સાથે કઈ હિરોઈન દેખાવાની છે.

આ પણ વાંચો : Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

'ભૂલ ભુલૈયા 2'ને અનીસ બઝ્મી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પર વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મ 31 જુલાઇ 2020 સુધી રિલીઝ થવાની છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ તાજેતરમાં જ પૂરી થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK