Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૂલી નંબર 1માં કરિશ્માનાં પાત્રને ભજવતાં કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી સારા

કૂલી નંબર 1માં કરિશ્માનાં પાત્રને ભજવતાં કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી સારા

11 September, 2019 11:50 AM IST | મુંબઈ

કૂલી નંબર 1માં કરિશ્માનાં પાત્રને ભજવતાં કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી સારા

સારા અલી ખાન

સારા અલી ખાન


સારા અલી ખાનનું કહેવું છે કે ‘કૂલી નંબર 1’ની રીમેકમાં કરિશ્મા કપૂરનાં પાત્રને ભજવવામાં તે કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી. ૧૯૯૫માં આવેલી આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરી હતી અને હવે એની રીમેકને પણ તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦ની એક મેએ રિલીઝ થવાની છે.

karishma-kapoor



સારા હાલમાં ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ગીતની રિહર્સલ કરી રહી છે. કરિશ્માનો રોલ ભજવતાં તેની પ્રશંસા કરતા સારાએ કહ્યું હતું કે ‘ફિલ્મ, એનું ગીત અને એની સાથે જોડાયેલી બધી વસ્તુઓ આઇકોનિક છે. એથી મારા માટે થોડું અઘરું છે. જોકે અમે પ્રેશર લઈશું તો નક્કી અમારાથી કંઈક ભુલ થઈ જશે.


આ પણ વાંચો : ડ્રિમ ગર્લ મારી અત્યાર સુધીની સૌથી કમર્શિયલ અને મસાલા ફિલ્મ છે : આયુષ્માન

ગોવિંદાજી અને કરિશ્માજીની સહજતા અને તેમનાં ‘બિન્દાસપન’એ તેમને દરેક ટેક અને દરેક શોટમાં આઇકોનિક બનાવ્યા હતાં. તેમણે શૂટિંગ દરમ્યાન ખૂબ ફન કર્યું હતું એ સ્ક્રીન પર પણ દેખાઈ આવે છે. તેમનાં પાત્રને જીવંત કરવા એ મારા માટે મોટી જવાબદારી છે. જોકે હું એને લઈને હાલમાં કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી.’


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 11:50 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK