ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનું નામ આવતા સોશ્યલ મીડિયા પર થઈ ટ્રોલ

Published: Sep 13, 2020, 12:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

યુઝરે કહ્યું, 'બાળકીએ પટૌડી પરિવારનું નામ રોશન કર્યું'

સારા અલી ખાન
સારા અલી ખાન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની ગુત્થી ઉકેલતા ઉકેલતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીનાં ડ્રગ્સ કનેક્શનનો ભાંડો ફોડી દીધો છે. હવે ડ્રગ્સ કેસમાં  રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે, તેણે NCBને 25 બૉલીવુડ સેલેબ્સના નામ આપ્યા છે. હવે આ કેસમાં અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan), રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ફેશન ડિઝાઈનર સીમોન ખંભાટા (Simone Khambatta), સુશાંતની મિત્ર રોહિણી અય્યર (Rohini Ayyar) અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા (Mukesh Chhabra)નું નામ પણ સામે આવી રહ્યું છે. ત્યારબાદથી અભિનેત્રી સારા અલી ખાનને સોશ્યલ મીડિયા પર બહુ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન સહિત આ સેલેબ્ઝના પણ આપ્યા છે નામ

અમુક રિપોર્ટ્સમાં સારા અલી ખાનને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રીએ ત્યારે ડ્રગ્સ લીધા હતા જ્યારે તે 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે થાઈલેન્ડ ટ્રીપ પર ગઈ હતી. ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ સારા અલી ખાન સોશદ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. યુર્ઝસ તેના પર ગુસ્સે થઈ ગયા છે અને કહી રહ્યાં છે કે, 'જે બ્રાન્ડસની સારા અલી ખાન બ્રાન્ડ એમ્બેસેડર છે તેને તેમાંથી હટાવી દેવામાં આવે'. યુર્ઝસ એમ પણ કહી રહ્યાં છે કે, 'હવે નેપોટિઝ્મ અને ડ્રગ્સ લેનારાઓથી બધા થાકી ગયા છે'. સાથે જ એમ પણ કહે છે કે, 'બાળકીએ પટૌડી પરિવારનું નામ રોશન કર્યું'

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત સારા અલી ખાનને જાન્યુઆરી 2019માં પ્રપોઝ કરવાનો હતો

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને 2018માં આવેલિ ફિલ્મ કેદારનાથમાં સાથે કામ કર્યું હતું. ત્યારે એવી ચર્ચા હતી કે, બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, સુશાંત કે સારા બન્નેમાંથી કોઈએ આ વાત ક્યારેય કબુલી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK