સારા અલી ખાનના ડ્રાઈવરને થયો કોરોના, ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડાયો

Updated: Jul 14, 2020, 19:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી માહિતી, ખાન પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

સારા અલી ખાન
સારા અલી ખાન

કોરોના વાયરસ (COVID-19)નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ કોઈ જ તેમાંથી બાકાત નથી. બૉલીવુડમાં પણ વાયરસે પગપેસારો કરી દીધો છે. બચ્ચન પરિવાર અને ખેર પરિવાર કોરોનાની ચપેટમાં આવ્યા બાદ પટૌડી પરિવાર સાથે જોડાયેલા એક સભ્યનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી સારા અલી ખાનનો ડ્રાઈવર કોરોના પૉઝિટિવ હોવાની જાણ થઈ છે. જોકે, ખાન પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે એ રાહતના સમાચાર છે. અભિનેત્રીએ આ વાતની માહિતી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી.

સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, હું આપ સૌને જણાવુ છું કે, અમારો ડ્રાઇવર કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. BMCને આ અંગે માહિતી આપી છે. તેમને ક્વોરન્ટાઈન સેન્ટરમાં લઈ ગયા છે. મારા પરિવાર અને ઘરનાં અન્ય સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે આવશ્યક સાવધાનીઓ રાખી રહ્યાં છે. અમને મદદ કરવા માટે હું મારા અને મારા પરિવાર તરફથી BMCનો આભાર માનું છું.

 
 
 
View this post on Instagram

🙏🏻🙏🏻🙏🏻

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onJul 13, 2020 at 11:28am PDT

હમણાં થોડાક દિવસો પહેલાં જ અભિનેત્રી રેખાનો સિક્યોરિટી ગાર્ડ તેમજ બોની કપૂર, આમિર ખાન અને કરણ જોહરનો સ્ટાફ પણ કોરોના પૉઝિટિવ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK