સારા અલી ખાને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો વાયરલ

Published: 3rd November, 2019 13:23 IST | મુંબઈ ડેસ્ક

એક તસવીરમાં સારાને એક ખુરશી પર હૉટ પૉઝ આપતાં જોઈ શકાય છે.

તસવીર સૌજન્ય- સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય- સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામ

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાને ગ્રાઝિયા મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કર્યું છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. સારા આલી ખાને આ ફોટોશૂટની આ તસવીરો પોતાના ચાહકો માટે શૅર કરી છે અને આ તસવીરો ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં શૂટ કરવામાં આવી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સારા અલી ખાને પોતાના ચાહકો માટે કેટલીય આકર્ષક તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં સારાને એક ખુરશી પર હૉટ પૉઝ આપતાં જોઈ શકાય છે.

કાળા ઝિલમિલાતા કપડાંમાં સારા અલી ખાન તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાય છે. તેના ખુલ્લા વાંકળિયા વાળ અને કાલી ઊંચી એડીના ચપ્પલ તેની પર્સનાલિટીને વધારે સુંદર બનાવે છે.

 
 
 
View this post on Instagram

Don’t study me, you won’t graduate 🎓🚫🃏💭👼🙇🏻‍♀️🤷‍♀️😈

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onNov 1, 2019 at 10:53pm PDT

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન નિર્દેશક ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ 'લવ આજકલ 2'માં કાર્તિક આર્.ન સાથે જોવા મળશે.

 
 
 
View this post on Instagram

🍯➡️🧸 🥜➡️🐿 . 👁➡️🙌🏻

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onNov 1, 2019 at 5:09am PDT

તો વરુણ ધવન સાથે ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનની ફિલ્મ 'કુલી નંબર 1'ની રિમેકમાં પણ જોવા મળશે. સારા અલી ખાન તાજેતરમાં ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન સાથે બ્રેક અપ થયું છે. જો કે, બન્નેએ આ બાબતે મૌન સાધ્યું છે, પણ બન્નેના બ્રેક અપની વાત કહેવામાં આવી રહી છે. એ પણ કહેવાયું કે બન્નેએ આ બ્રેક અપ સહેમતિથી કર્યું છે.

તેની પાછળ એ કારણ પણ આપવામાં આવી રહ્યું છે કે બન્ને પોતાના કરિઅરને સમય આપવા માગે છે. દરમિયાન બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યનનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું. બન્ને ઘણીવાર એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરતાં સ્પૉટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ દ્વારા ડેબ્યૂ કર્યો હતો. તેના પછી તે ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફિલ્મ અભિનેતા રણવીર સિંહની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK