સારા અલી ખાને બેંગકોકમાં કાર્તિક આર્યન સાથે ઉજવ્યો જન્મ દિવસ

Published: Aug 13, 2019, 14:53 IST | મુંબઈ

કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત થઈ રહ્યું હોવાની ચર્ચા પણ બી ટાઉનમાં ચાલી રહી છે

 Picture courtesy/Kartik Aaryan's Instagram account
Picture courtesy/Kartik Aaryan's Instagram account

કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત થઈ રહ્યું હોવાની ચર્ચા પણ બી ટાઉનમાં ચાલી રહી છે. તાજેતરમાં જ કાર્તિક આર્યને કંઈક એવું કર્યું કે સારા અલી ખાન અને તેના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાત મજબૂત થઈ છે. કાર્તિક આર્યન સારા અલી ખાનના જન્મદિવસે સરપ્રાઈઝ આપવા બેંગકોક પહોંચ્યા હતા.

સારા અલી ખાને થાઈલેન્ડમાં સોમવારથી કૂલી નંબર 1નું શૂટિંગ શરૂ કર્યું છે. જો કે પહેલા દિવસના શૂટિંગની સાંજે સારા અલી ખાને ડિનર ડેટ પર વીતાવી છે. કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેણે સારા અલી ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કાર્તિક આર્યને લખ્યું,'હેપ્પી બર્થ ડે પ્રિન્સેસ @saraalikhan95 અને ઈદ મુબારક.'

સારા અલી ખાન હાલ કૂલી નંબર વનની રિમેકનું શૂટિંગ કરી રહી છે. ત્યારે ફિલ્મના સેટ પર જૅકી ભગનાની, વરુણ ધવન સહિત ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ સારા અલી ખાનના જન્મદિવસે કેક કાપીને ઉજવણી કરી હતી. જેકી ભગનાનીએ આ ઉજવણીના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. જૅકી ભગનાનીએ લખ્યું છે,'#Rjukimalti કા બર્થ ડે હૈ! તામ ઝામ અને કેક કટિંગ તો બને જ છે. હેપ્પી હેપ્પી બર્થ ડે સારા અલી ખાન

પોતાના જન્મદિવસે સારા અલી ખાને કૂલી નંબર વનની રિમેકનું શૂટિંગ કર્યું હતું. તો સારાના જન્મદિવસે મેકર્સે ફિલ્મનું પોસ્ટર પણ જાહેર કર્યું હતું. ઉલ્લેખનયી છે કે કૂલી નંબર વનની રિમેકને વાસુ ભગનાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેવિડ ધવનની 45મી ફિલ્મ છે. કૂલી નંબર વન પહેલી મે, 2020ના રોજ રિલીઝ થશે. બર્થ ડેના દિવસે જ સારા અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયન ફોલોઅર્સ થયા છે.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ લવ આજ કલની સિક્વલ છે, જેમાં તેની સાથે કાર્તિક આર્યન છે. આ ફિલ્ને ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. ઈમ્તિયાઝ અલીએ જ 2009માં સૈફ અલી ખાન અને દીપિકા સાથે લવ આજ કલ બનાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK