બર્થ-ડે હોવાથી હુમા કુરેશી સાથે ઘરના ભોજનની મજા લેશે સાકિબ સલીમ

Published: 8th April, 2020 16:12 IST | Harsh Desai | Mumbai

સાકિબ સલીમનો આજે બર્થ-ડે હોવાથી તે કોઈ સેલિબ્રેશન કરવા નથી માગતો. તે આજે ૩૨ વર્ષનો થઈ રહ્યો છે.

હુમા કુરેશી
હુમા કુરેશી

સાકિબ સલીમનો આજે બર્થ-ડે હોવાથી તે કોઈ સેલિબ્રેશન કરવા નથી માગતો. તે આજે ૩૨ વર્ષનો થઈ રહ્યો છે. તે મુંબઈમાં તેની બહેન હુમા કુરેશી સાથે રહે છે અને તેમના પેરન્ટ્સ દિલ્હીમાં છે. કોરોના વાઇરસને કારણે તે બર્થ-ડે સેલિબ્રેટ નથી કરી રહ્યો. દર વર્ષે તે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં સેલિબ્રેટ કરે છે અને બહાર ડિનર માટે જાય છે. જોકે લૉકડાઉનને કારણે તેઓ ઘરના ફૂડની મજા લેશે. આ વિશે સાકિબે કહ્યું હતું કે ‘અત્યારની કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપણે સૌથી પહેલાં આપણી હેલ્થ અને સેફટીને ધ્યાનમાં રાખીએ એ મહત્ત્વનું છે. આ વર્ષે હું શાંતિપૂર્વક બર્થ-ડે ઊજવીશ, પરંતુ મારી બહેન સાથે હોવાથી હું ખુશ છું. મારા પેરન્ટ્સને હું મિસ કરીશ, પરંતુ અત્યારે ઘરમાં રહેવું જરૂરી છે અને એથી નિયમને ફૉલો કરવો પડશે.’

સાકિબની અત્યારે ‘83’ રિલીઝ થવાની હતી, પરંતુ એને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK