Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > કૉમેડી કપલનો રોલ પોતાની ખૂબ નજીક લાગી રહ્યો છે સાકિબ સલીમને

કૉમેડી કપલનો રોલ પોતાની ખૂબ નજીક લાગી રહ્યો છે સાકિબ સલીમને

11 October, 2020 06:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમેડી કપલનો રોલ પોતાની ખૂબ નજીક લાગી રહ્યો છે સાકિબ સલીમને

સાકિબ સલીમ

સાકિબ સલીમ


સાકિબ સલીમનું કહેવું છે કે તેની આવનારી ફિલ્મ ‘કૉમેડી કપલ’માં તેનો રોલ તેની ખૂબ નજીક છે. આ ફિલ્મમાં તેની સાથે શ્વેતા બાસુ પ્રસાદ, પૂજા બેદી, રાજેશ તેલંગ અને પ્રણય મનચંદા પણ જોવા મળશે. આ ફિલ્મ ઝીફાઇવ પર ૨૧ ઑક્ટોબરથી સ્ટ્રીમિંગ થવાની છે. દીપ શર્માનો રોલ સાકિબ ભજવી રહ્યો છે. આ વિશે સાકિબે કહ્યું કે ‘દીપ એક કાલ્પનિક કૅરૅક્ટર છે, જે મારી સાથે ખૂબ મળતો આવે છે. તે સ્થિતિને સંભાળવા માટે થોડું ઘણું ખોટું બોલી લે છે. જોકે કોઈની લાગણીને દુભાવવાનો તેનો કોઈ ઇરાદો નથી હોતો. જોકે તેની આ ટેવ ક્યારેક અજાણતાં મોટું સ્વરૂપ લઈ લે છે. મને આ કૅરૅક્ટર ભજવવું ગમ્યું, કારણ કે એ રિયલ, મજેદાર અને એવું હતું કે હું સરળતાથી એને ભજવી શકતો હતો.’

ફિલ્મમાં પૂજા બેદી સાથે સ્ક્રીન શૅર કરવાની તક ન મળવાનો અફસોસ છે. આ વિશે સાકિબે કહ્યું કે ‘હું લક્કી છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. જોકે તેમની સાથે શૂટ કરવાની તક નથી મળી. હું એટલું કહેવા માગું છું કે ‘જો જીતા વહી સિકંદર’ મારી ફેવરિટ ફિલ્મ છે. એથી જ્યારે મને એ જાણ થઈ કે પૂજામૅમ શ્વેતાની મમ્મીનું પાત્ર ભજવી રહ્યાં છે તો હું ખૂબ ઉત્સાહી થઈ ગયો હતો. મેં સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ વાંચ્યો તો જાણવા મળ્યું કે શૂટ દરમ્યાન હું તેમને નહીં મળી શકું. મારું પાત્ર ઇન્ડિયાની બહારનું નહોતું, એથી અન્ય કાસ્ટ્સ સાથે મેં શૂટ નથી કર્યું. મારા કલીગ્સ સાથે બહાર ફરવાનું મેં મિસ કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK