Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવવાની તક મળતાં પોતાને નસીબદાર માને છે સાકિબ

મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવવાની તક મળતાં પોતાને નસીબદાર માને છે સાકિબ

04 October, 2020 05:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવવાની તક મળતાં પોતાને નસીબદાર માને છે સાકિબ

સાકિબ સલીમ

સાકિબ સલીમ


‘83’માં મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવવા માટે સાકિબ સલીમ પોતાને નસીબદાર માને છે. આ ફિલ્મ ૧૯૮૩માં ભારતને પહેલી વખત ક્રિકેટમાં મળેલા વર્લ્ડ કપની સ્ટોરી દેખાડાશે. ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર સિંહ અને તેની વાઇફ રોમી દેવની ભૂમિકામાં તેની રિયલ લાઇફ-પાર્ટનર દીપિકા પાદુકોણ જોવા મળશે. અમરનાથને તેમના ફ્રેન્ડ્સ અને ફૅન્સ જિમી તરીકે ઓળખતા હતા. તેમને ફાઇનલ અને સેમી ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. પોતાના પાત્ર વિશે સાકિબે કહ્યું હતું કે ‘દરેક ફિલ્મની શરૂઆતમાં પોતાના પર શંકા હોય એ સ્વાભાવિક છે. એમાં પણ જો તમે રિયલ લાઇફ કૅરૅક્ટર ભજવતા હો તો તમારે પ્રયાસ કરવાનો હોય છે કે તમે તેના જેવા જ દેખાઓ. લોકો પણ તમને જ્યારે જુએ તો તેમની જ ઝલક દેખાવી જોઈએ. ફિલ્મની શરૂઆત કરતાં પહેલાં હું તાણમાં હતો. મને તેમનું પાત્ર ભજવવાની તક મળી એથી હું ખૂબ નસીબદાર છું. મેં તેમની સાથે ખૂબ સમય પસાર કર્યો છે. તેમની સાથે લન્ચ કર્યું છે. પછી એ ધરમશાળા હોય, લંડન હોય કે બૉમ્બે હોય. તેઓ ક્રિકેટની ટ્રેઇનિંગ આપવા માટે આવ્યા હતા. મેં તેમની સાથે તેમની લાઇફ અને તેમના અનુભવો વિશે જાણ્યું હતું. એ સમયે તેઓ શું વિચારતા હતા, તેમના પિતા સાથે કેવા સંબંધ હતા એ બધા વિશે તેમણે મારી સાથે ચર્ચા કરી હતી. મને પણ લાગ્યું કે તેઓ અદ્ભુત વ્યક્તિ છે. આશા રાખું છું કે આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય તો લોકોને મારી અંદર જિમી અમરનાથની ઝલક દેખાય એ વાત મને ખૂબ ખુશ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK