Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શકુંતલા દેવીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે વિદ્યા બાલનની પુત્રી

શકુંતલા દેવીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે વિદ્યા બાલનની પુત્રી

22 September, 2019 07:13 PM IST | મુંબઈ

શકુંતલા દેવીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે વિદ્યા બાલનની પુત્રી

શકુંતલા દેવીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે વિદ્યા બાલનની પુત્રી


આજે ડોટર્સ ડે છે, ત્યારે ફિલ્મ શકુંતલા દેવીના મેકર્સે ફિલ્મમાં વધુ એક એક્ટ્રેસના નામનો ખુલાસો કર્યો છે. ફિલ્મના મેકર્સ શકુંતલા દેવીની પુત્રીના પાત્ર માટે સાન્યા મલ્હોત્રાની જાહેરાત કરી છે. શકુંતલા દેવીની બાયોપિકમાં દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલનની પુત્રીના રોલમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીનું પાત્ર ભજવી રહી છે, જેઓ હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતા છે. શકુંતલા દેવીની પુત્રી અનુપમા બેનર્જીના પાત્રમાં સાન્યા મલ્હોત્રા જોવા મળશે. સાન્યા મલ્હોત્રાએ વિદ્યા બાલન સાથે કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે.



સાન્યા મલ્હોત્રાએ કહ્યું,'હું શકુંતલા દેવીની પુત્રી અનુપમા બેનર્જીનું પાત્ર ભજવવા માટે ઉત્સાહિત છું. તમામ લોકો શકુંતલા દેવીની ઉપલબ્ધિઓ અંગે જાણે જ છે. હું તેમની પુત્રીના સંબંધોને પડદા પર ઉતારવા માટે ઉત્સુક છું. આ ઉપરાંત વિદ્યા બાલન સાથે કામ કરવાની તક મળી રહી છે. હું વિક્રમ મલ્હોત્રા અને સોની પિક્ચર્સ સાથે કામ કરવા માટે પણ ખુશ છું.'


તો ફિલ્મના ડિરેક્ટર અનુ મેનનનું કહેવું છે કે,'જ્યારે હું પહેલીવાર અનુપમા બેનર્જીને મળ્યો ત્યારે મને શકુંતલા દેવીના ગણિત અંગે ખ્યાલ આવ્યો. અનુપમા સાથે સમય વીતાવ્યો તો મને ખ્યાલ આવ્યો કે તે એક કમ્પ્યુટર જ નહીં પરંતુ એક સારા વ્યક્તિ પણ હતા. હું સાન્યા મલ્હોત્રાથી સારી એક્ટ્રેસ નહોતો શોધી શક્તો. સાન્યાએ તાત્કાલિક આ રોલ સમજ્યો અને તેમની જર્ની શરૂ થઈ ગઈ. હું આ બંને સાથે ફિલ્મ શૂટ કરવા માટે ઉત્સાહિત છું. મને લાગે છે કે સાન્યા અને વિદ્યા બંનેના રોલ લોકોને ગમશે.'

આ પણ વાંચોઃ હિના ખાનની ફેશન સેન્સ છે લાજવાબ...આ તસવીરો છે પુરાવો


હાલ સાન્યા મલ્હોત્રા પોતાના રોલ માટે તૈયાર થઈ રહી છે, તો આ મહિનાના અંત સુધીમાં તે લંડનમાં શૂટિંગમાં પણ જોડાઈ જશે. શકુંતલા દેવીનું ફિલ્મ સોની પિક્ચર અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 07:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK