ખાનના ‘વૉન્ટેડ’ના ડાયલૉગ ‘એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દિયા...’ને રિયલ લાઇફમાં વધુ અનુસર્યો હોય તો તે સંજય દત્ત હોય એવું લાગી રહ્યું છે. કલર્સ ચૅનલના રિયલિટી-શો ‘બિગ બૉસ ૫’માં બન્ને હોસ્ટ હોવા છતાં ન્યુ યરના દિવસે પ્રસારિત થનારા એપિસોડનું શૂટિંગ સંજય દત્ત એકલો જ કરશે અને એ પણ તેની ફૅમિલી સાથેનું વેકેશન ટૂંકાવીને. આની પાછળનું કારણ એ છે કે સલમાન દર વર્ષની જેમ જ આ વખતે પણ દુબઈમાં ન્યુ યર મનાવવા જશે અને તે ૩૧ ડિસેમ્બરે શૂટિંગ માટે નહીં આવી શકે.
સંજય દત્ત તેની વાઇફ માન્યતા અને ટ્વિન બાળકો શાહરાન અને ઇક્રા સાથે ઇન્ડોનેશિયાના બાલી માટે શનિવારે નીકળ્યો હતો. તે ક્રિસમસ અને ન્યુ યર મનાવ્યા પછી પહેલીએ મોડી રાત્રે પાછો ફરવાનો હતો. જોકે હવે તેણે બે દિવસ પહેલાં આવી જવું પડશે. તેણે ૩૧ ડિસેમ્બરે કર્જતમાં આવેલા શોના સ્ટુડિયોમાં એપિસોડનું શૂટિંગ કરવું પડશે.
સંજય દત્ત તેની ‘અગ્નિપથ’ની રીમેકનું બીજું ટ્રેલર લૉન્ચ થાય ત્યાં સુધી રાહ જોવા માગતો હોવાથી ક્રિસમસના આગલા દિવસે જ વેકેશન માટે નીકળ્યો હતો. જોકે ત્યાર પછી શો સાથે સંકળાયેલા લોકોએ ૩૧ ડિસેમ્બરે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરવાનો પ્લાન કયોર્ હતો. સલ્લુ હજી તેના આજના જન્મદિવસ પછી જ દુબઈ જવાનો હોવાથી સંજુબાબાને ચૅનલના લોકોએ પાછો બોલાવવાનું નક્કી કર્યું હતું અને તેની સાથે વાત કરતાં સંજુ માની ગયો હતો.
જોકે ગયા વર્ષે સલ્લુ એક જ દિવસ માટે ૩૧ ડિસેમ્બરે શૂટિંગ કરવા આવ્યો હતો, પણ આ વખતે બે હોસ્ટ હોવાથી ચૅનલ સાથે સંકળાયેલા લોકોએ તેને બોલાવવાનો નર્ણિય નહોતો લીધો.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTમંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 IST81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન
4th March, 2021 10:00 ISTછેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા
3rd March, 2021 11:02 IST