સ્ટાર પ્લસના શો સંજીવની માટે કલાકારોને મળી રહી છે અસલી ડૉક્ટરો પાસેથી ટ્રેઇનિંગ

Published: Jul 22, 2019, 10:36 IST | મુંબઈ

સ્ટાર પ્લસ પર શરૂ થનારા શો ‘સંજીવની’ માટે કલાકારોને ડૉક્ટર્સની રીતભાત શીખવવા માટે અસલી ડૉક્ટર્સ ટ્રેઇનિંગ આપી રહ્યા છે. આ સિરિયલમાં પહેલી સીઝનમાં જોવા મળનારાં મોહનીશ બહલ અને ગુરદીપ કોહલી પણ જોવા મળશે.

સંજીવનીની સ્ટારકાસ્ટ
સંજીવનીની સ્ટારકાસ્ટ

સ્ટાર પ્લસ પર શરૂ થનારા શો ‘સંજીવની’ માટે કલાકારોને ડૉક્ટર્સની રીતભાત શીખવવા માટે અસલી ડૉક્ટર્સ ટ્રેઇનિંગ આપી રહ્યા છે. આ સિરિયલમાં પહેલી સીઝનમાં જોવા મળનારાં મોહનીશ બહલ અને ગુરદીપ કોહલી પણ જોવા મળશે. આ વખતની સીઝનમાં મેકર્સ કોઈ કસર બાકી રાખવા નથી માગતાં. મેકર્સની ઇચ્છા છે કે કલાકારો પોતાના પાત્રને સચોટતાથી ભજવે અને આ જ કારણ છે કે ડૉક્ટર્સના કેટલાક પ્રોટોકોલ્સ વિશે તેમને માહિતી આપવામાં આવી છે. આ સિરિયલમાં ડૉક્ટરના પાત્રમાં જોવા મળનાર સુરભિ ચંદનાએ કહ્યું હતું કે ‘એક ડૉક્ટરનું પાત્ર ભજવવું ખૂબ મુશ્કેલ હોય છે. જોકે ખરા નિષ્ણાતોનું માર્ગદર્શન મળી જાય તો પોતાની ભૂમિકા ભજવવામાં સરળતા પડે છે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

‘સંજીવની’ માટે સેટ પર અસલી ડૉક્ટર્સ આવે છે. તેમની બૉડી-લૅન્ગ્વેજ, મેડિકલની ભાષા અને એવી અનેક નાની-નાની બાબતો વિશે સમજાવવામાં આવે છે. પેશન્ટને ચેક કરવા, તેમનું બ્લડ-પ્રેશર માપવું દરેક વસ્તુ અમને શીખવાડવામાં આવી રહી છે. હું એ તમામ મેડિકલ એક્સપર્ટ્સનો આભાર વ્યક્ત કરવા માગું છું જેમણે ‘સંજીવની’માં અમારા પર્ફોર્મન્સને ઉત્કૃષ્ટ બનાવવા માટે અમારી મદદ કરી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK