લાઇફ ઓકેની ‘રામલીલા’માં સંજીદા શેખ બની છે શૂર્પણખા

Published: 28th October, 2012 04:56 IST

સ્ટાર ઓકે પર શરૂ થયેલી ભવ્ય ‘રામલીલા’ આ તહેવારોની સીઝનમાં દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ શોમાં ટેલિવિઝન-ઍક્ટ્રેસ સંજીદા શેખ આગામી એપિસોડમાં રાવણની બહેન શૂર્પણખાનો રોલ ભજવીને એના ગ્લૅમરમાં વધારો કરવાની છે. સંજીદાનો આ પહેલો નેગેટિવ રોલ છે. શોમાં તે રામનો રોલ ભજવતા રજનીશ દુગ્ગલને આકર્ષવા માટે કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ કોરિયોગ્રાફ કરેલો ઉત્તેજક ડાન્સ રજૂ કરતી જોવા મળશે. રામાયણને ભવ્ય રીતે રજૂ કરતો આ ડાન્સ-શો ૨૧ ઑક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દર રવિવારે રાત્રે આઠ વાગ્યે દેખાડવાનું આયોજન છે જેમાં સંજીદાવાળો એપિસોડ આજે દર્શાવવામાં આવશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK