સંજય લીલા ભણસાલી નાના પડદાથી લલચાયા

Published: 29th September, 2011 17:47 IST

સોની ટીવી પરના સફળ મ્યુઝિક રિયલિટી શો ‘X Factor ઇન્ડિયા’ના જજ તરીકે ફરજ બજાવ્યા બાદ હવે લાગે છે કે સંજય લીલા ભણસાલીને પણ ટીવીનો ચસકો લાગ્યો છે. અત્યારે તો માત્ર શરૂઆતના વિચારો ચાલી રહ્યા છે, પણ ખબરો છે કે તેઓ પોતાના પ્રોડક્શન હેઠળની ટીવીસિરિયલ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે.

 

આ સાથે તેઓ પોતાના પ્રોડક્શન હાઉસને માત્ર મોટા પડદા સુધી સીમિત નથી રાખવા માગતા એ ચોક્કસ દેખાઈ આવે છે.


એવી ચર્ચા છે કે અત્યારે સંજય લીલા ભણસાલી ટોચની બે ચૅનલો સાથે પોતાના આ ટીવી પરના પ્રોજેક્ટ માટે વાતચીત કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલીનું જે મોટું નામ છે એ રીતે ટીવીચૅનલ સાથે સંકળાયેલા લોકો તેમને એક એપિસોડના પચીસથી ત્રીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે, જ્યારે સામાન્ય ટીવી-શોના એક એપિસોડ માટે દસથી બાર લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે.


સંજય લીલા ભણસાલી પણ યશ ચોપડા કે આદિત્ય ચોપડાની જેમ જ આ ટીવી-શોને માત્ર પ્રોડ્યુસ કરશે. તેઓ ડિરેક્ટર તરીકે કોઈ પ્રોજેક્ટમાં ભાગ નહીં લે. એવી પણ ચર્ચા છે કે જેમ સંજય લીલા ભણસાલીએ પોતાના પ્રોડક્શન હેઠળ નવા ડિરેક્ટરો સાથે કામ કરવાનું શરૂ કર્યું છે એમ જ તેઓ ટીવીમાં પણ નવી ટૅલન્ટને બહાર લાવવાની કોશિશ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK