નવી ફિલ્મમાં ટ્રેડિશનલ રાસ હોવાથી નવાં સ્ટેપ્સ જોવા તેઓ ખાસ બે દિવસ માટે રાજકોટ ગયા છે અને રાજકોટની ગરબીઓના પરંપરાગત રાસ જોઈ રહ્યા છે
ફિલ્મ ‘૧૯૪૨-અ લવ સ્ટોરી’માં કોરિયોગ્રાફર તરીકે પોતાની કરીઅરની શરૂઆત કરનારા અને ‘ખામોશી-ધી મ્યુઝિકલ’થી પોતાની ડિરેક્ટર તરીકેની કરીઅર શરૂ કરનારા સંજય લીલા ભણસાલી અગાઉ પોતાના જ ડિરેક્શનમાં બનેલી ‘હમ દિલ દે ચુકે સનમ’માં ગુજરાતી રાસ-ગરબાને પૂરતું પ્રાધાન્ય આપી ચૂક્યા છે. હવે પોતાની નવી ફિલ્મમાં ગુજરાતી રાસ-ગરબાને સ્થાન આપવા માટે નવાં સ્ટેપ્સ જોવા સંજય લીલા ભણસાલી ગુરુવારે રાતે રાજકોટ આવ્યા હતા અને ગુરુ-શુક્ર એમ બે દિવસ સુધી રાજકોટની પરંપરાગત ગરબીઓ જોઈ હતી. જેમના ઇન્વિટેશનને માન આપીને સંજય લીલા ભણસાલી રાજકોટ આવ્યા હતા તે ગૅલેક્સી ગરબી મંડળના સંચાલક અને ગૅલેક્સી સ્કૂલ સિસ્ટમના મૅનેજિંગ ડિરેક્ટર કિરણભાઈ પટેલે કહ્યું હતું કે ‘પોતે કોરિયોગ્રાફર હોવાથી સંજયની ડાન્સ-સેન્સ પણ અદ્ભુત છે. તેમણે અમારા ગરબા જોયા હતા. આ ગરબા સંજયને બહુ ગમ્યા હતા.’
સંજય ભણસાલી પોતાની કઈ ફિલ્મ માટે ગરબાનાં નવાં સ્ટેપ્સનું અપડેટ લઈ રહ્યા છે એ વિશે તેમણે કોઈની સાથે વાત નહોતી કરી, પણ તેમની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રભુ દેવાની ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ પછી સંજય પોતે ફિલ્મ સ્ટાર્ટ કરશે, જેના મ્યુઝિકનું કામ અત્યારે ચાલી રહ્યું છે. પોતાની એ ફિલ્મની કોરિયોગ્રાફી સંજય લીલા ભણસાલી પોતે કરવાના હોવાથી તેઓ અત્યારના ફ્રી દિવસોમાં ટ્રેડિશનલ ડાન્સ-સ્ટેપ્સ જોવા માટે આવ્યા છે.’
નિષ્ફળતાનું એક કારણ તમારી મૂર્ખામી પણ હોય
2nd March, 2021 10:39 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 ISTGujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 ISTગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27th February, 2021 13:12 IST