ઐશ્વર્યાને બર્થ-ડે ગિફ્ટમાં જઝ્બાનું ટીઝર મળ્યું

Published: Nov 02, 2014, 05:12 IST

ગઈ કાલે ઐશ્વર્યા રાય બચ્ચનનો ૪૨મો બર્થ-ડે હતો. ઐશ્વર્યાને ધામધૂમથી પોતાનો બર્થ-ડે ઊજવવાનું મન ન હોવાથી તેણે પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. ઐશ્વર્યાને પોતાના બર્થ-ડે પર ટ્રિપલ ગિફ્ટ મળી હતી. એમાંની એક ગિફ્ટ કંઈક અલગ હતી. તેને ફિલ્મમેકર સંજય ગુપ્તા પાસેથી પોતાની કમબૅક ફિલ્મ ‘જઝ્બા’નું ત્રણ મિનિટનું ટીઝર ટ્રેલર ગિફ્ટરૂપે મળ્યું હતું. જોકે સંજયને આ ગિફ્ટનો આઇડિયા મોડેથી આવ્યો હતો.૧૮ કલાકની મહેનત બાદ તૈયાર થયેલા ‘જઝ્બા’ના ત્રણ મિનિટના ટીઝરને સંજય પાસેથી ગિફ્ટના રૂપમાં મળવાની આશા ઐશ્વર્યાને જરાય નહોતી.

‘હૅપી ન્યુ યર’ની સફળતા માણી રહેલા પતિ અભિષેક બચ્ચને દુબઈમાં ‘હૅપી ન્યુ યર’ના પ્રીમિયરના સમયે ઐશ્વર્યા માટે શૉપિંગ કર્યું હતું. બીજી તરફ ત્રણ વર્ષની પુત્રી આરાધ્યાએ મમ્મીના બર્થ-ડે માટે એક કાર્ડ તૈયાર કર્યું હતું.

આ પ્રસંગે આવનારી ફિલ્મો વિશે બોલતાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે ‘‘જઝ્બા’ સિવાય મેં બીજી કેટલીક સ્ક્રિપ્ટને પણ મંજૂરી આપી છે. મારા બર્થ-ડેના રોજ આ જાહેરાત હું કરું છું, પણ હું માનું છું કે આ વિશેની જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો કરે એ યોગ્ય રહેશે. ‘જઝ્બા’ની સ્ક્રિપ્ટ મને ગમી એથી એમાં હું કામ કરું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK