Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બાબાલાયક સ્ક્રિપ્ટ છે?

બાબાલાયક સ્ક્રિપ્ટ છે?

22 January, 2020 06:27 PM IST | રાજકોટ

બાબાલાયક સ્ક્રિપ્ટ છે?

એકતા કપૂર

એકતા કપૂર


સંજય દત્તને લાયક કોઈ સ્ક્રિપ્ટ હોય અને સંજુબાબા ના ન પાડે એ વાતનો આત્મવિશ્વાસ હોય તો એકતા કપૂરનો કૉન્ટૅક્ટ કોઈ પણ કરી શકે છે, કારણ કે એકતા પણ આજકાલ સવાર-બપોર-સાંજ આ જ કામ કરે છે અને સંજુબાબાને લાયક સ્ક્રિપ્ટ સાંભળે છે, પણ તેને મજા નથી આવતી.

sanjay-dutt



એમાં હકીકત એવી છે કે સંજય દત્તને એકતા કપૂરે વેબ-સિરીઝ માટે ઑલરેડી સાઇન કર્યો છે અને એ વાતને પણ લગભગ બે વર્ષ થઈ ગયાં છે. હવે એ કૉન્ટ્રૅક્ટ પૂરો થવામાં છે અને સંજુબાબાને લાયક કોઈ સ્ક્રિપ્ટ મળી નથી રહી. સંજુબાબા એકદમ ક્લિયર છે કે તે એવી જ વેબ-સિરીઝ કરવા માગે છે જે નેટફ્લિક્સની ‘નાર્કોસ’ને ટક્કર મારે એવી હોય. સંજુબાબાને અત્યંત ક્રૂર અને રૂંવાડાં ઊભાં થઈ જાય એવું કૅરૅક્ટર કરવું છે, પણ એવી કોઈ સ્ક્રિપ્ટ મળતી નથી એટલે હવે એકતા આદું ખાઈને એ શોધવામાં લાગી ગઈ છે.


આ પણ વાંચો : શિવિન નારંગ બેહદ 2માં જેનિફર વિન્ગેટ સાથે રોમૅન્સ કરતો જોવા મળશે

નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમ સામે ટક્કર મારવા માટે હવે એકતાને મોટા સ્ટાર્સવાળી વેબ-સિરીઝ પ્લાન કરવી છે, જેમાં સંજય દત્ત સાથેની વેબ-સિરીઝ ફાઇનલ થઈ જાય તો બાલાજીને ચાર ચાંદ લાગી જાય.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:27 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK