ક્યારે રિલીઝ થશે મુન્નાભાઈ સિરીઝની આગામી ફિલ્મ ? સંજય દત્તે કર્યો ખુલાસો

Published: 17th July, 2019 13:20 IST | મુંબઈ

બોલીવુડના અભિનેતા સંજય દત્તની મુન્નાભાઈ સિરીઝે બાબાને સ્ટારડમ પાછું અપાવ્યું હતું. તેમની કરિયરની મહત્વની ફિલ્મોમાં મુન્નાભાઈ સિરીઝ સામેલ છે. મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે ફેન્સ આ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

લગે રહો મુન્નાભાઈનું એક દ્રશ્ય
લગે રહો મુન્નાભાઈનું એક દ્રશ્ય

બોલીવુડના અભિનેતા સંજય દત્તની મુન્નાભાઈ સિરીઝે બાબાને સ્ટારડમ પાછું અપાવ્યું હતું. તેમની કરિયરની મહત્વની ફિલ્મોમાં મુન્નાભાઈ સિરીઝ સામેલ છે. મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે ફેન્સ આ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સમયાંતરે આ ફિલ્મની ચર્ચા ચાલુ થાય છે. વચ્ચે એક ચર્ચા એવી પણ હતી કે ત્રીજી ફિલ્મ અમેરિકામાં શૂટ કરવામાં આવશે, અને તેનું નામ મુન્નાભાઈ ચલે અમેરિકા હશે. જો કે સત્તાવાર રીતે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ અંગે કોઈ જાહેરાત નથી થઈ.

ચોંકાવનારી વાત એ છે કે આ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ ફેન્સની જેમ સંજય દત્ત પણ જોઈ રહ્યા છે. તેમણે પોતે પણ આ ફિલ્મ ઝડપથી રિલીઝ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. મુન્નાભાઈ સિરીઝની આગામી ફિલ્મ અંગે સંજય દત્તે કહ્યું,'હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મ ટૂંક સમયમાં બની જાય. પરંતુ સવાલ મુન્નાભાઈનો છે તો તમારે ડિરેક્ટર રાજકુમાર હિરાનીને પૂછવો જોઈએ. મને લાગે છે કે આ સવાલનો જવાબ એ જ આપી શક્શે. જેમ તમે ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, એમ હું પણ રાહ જોઈ રહ્યો છું.'

ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા એવી ચર્ચા હતી કે રાજકુમાર હિરાનીનું નામ મીટુમાં આવ્યા બાદ મુન્નાભાઈ 3 પ્રોજેક્ટ અટકાવી દેવાયો છે. અને હિરાનીને ક્લીન ચિટ નહીં મળે ત્યાં સુધી તેના પર કામ કરવામાં નહી આવે. જો કે ફિલ્મ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

સંજય દત્તના વર્ક ફ્રંટની વાત કરીએ તો સંજય દત્ત અને તેમની પત્ની માન્યતા દત્તના પ્રોડક્શનની પહેલી મરાઠી ફિલ્મ 'બાબા'નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે. બાબામાં પિતા પુત્રની સ્ટોરી છે. જેને રાજ ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું નામ મરાઠી ભાષામાંથી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Vrajesh Hirjee: Golmaaalના 'નાગ' છે ગુજરાતી, કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ

સંજય દત્તે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મના ગીત અને ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું હતું, જેને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. આ ફિલ્મમાં અભિજીત ખાંડેકર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં બાાના રોલમાં દીપક ડોબરિયાલ દેખાશે. તો આ ફિલ્મમાં સ્પૃહા જોશી પણ લીડ રોલમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK