આ દિવસે રિલીઝ થઈ રહી છે યશની સુપરહિટ ફિલ્મ 'KGF Chapter 2'

Published: Mar 14, 2020, 13:57 IST | Mumbai

યશ સ્ટારર મૂવી 'કેજીએફ ચેપ્ટર 2'ના મેકર્સે હાલમાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ 23 ઑક્ટૉબર 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'KGF'
'KGF'

સાઉથની સુપરહિટ ફિલ્મ 'કેજીએફ'એ 'બાહુબલી' બાદ એક ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર યશે જબરદસ્ત એક્ટિંગ કરી છે. હાલ યશ પોતાના 'કેજીએફ'ને બીજો પાર્ટ 'કેજીએફ ચેપ્ટર 2'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈને યશ ઘણી ચર્ચામાં છે. 'KGF'ના પહેલા પાર્ટે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી છે. હવે 'કેજીએફ ચેપ્ટર 2'થી દર્શકોને ઘણી વધારે અપેક્ષાઓ છે. લાંબા સમયથી ચાહકોને આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને ઘણી ઉત્સુક્તા હતી. ફૅન્સ માટે હવે સારા સમાચાર છે કે 'કેજીએફ ચેપ્ટર 2'ની રિલીઝસ ડેટ સામે આવી ગઈ છે.

યશ સ્ટારર મૂવી 'કેજીએફ ચેપ્ટર 2'ના મેકર્સે હાલમાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ 23 ઑક્ટૉબર 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એમણે 13 માર્ચે ફિલ્મનું એક રસપ્રદ પોસ્ટ રિલીઝ કર્યું હતું જેમાં યશ રાઈટ હેન્ડમાં બંદુક પકડેલા નજર આવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડ બ્લેક એન્ડ રેડ છે. પોસ્ટર પર 'મે આઈ કમ ઈન...' લખ્યું છે. આ પોસ્ટરને લોકોને ઘણો પસંદ આવી રહ્યું છે. જણાવી દઈએ કે 'કેજીએફ ચેપ્ટર 1'ને તો દેશભરમાં લોકો પસંદ કરી રહ્યા હતા અને હવે એના બીજા પાર્ટ માટે લોકોને ઘણી ઉત્સુક્તા છે.

આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર યશ સિવાય શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવીના ટંડન જેવા એક્ટર્સ પણ મહત્વના રોલમાં છે. સંજય એમાં વિલનના રોલમાં જોવા મળશે. 'KGF 2' કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. આ એક્શન થ્રિલરનું ડિરેક્શન પ્રશાંત નીલ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK