સંજુ બાબાએ ફૅન્સને આપી આ ખુશખબર...

Published: 21st October, 2020 18:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સંજય દત્તનું કેન્સર ઠીક થઈ ગયું છે અને તેણે ખુદ આ વાતની જાહેરાત કરી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt) છેલ્લા કેટલાક ઘણા ફેફસાના કેન્સરથી પિડાઈ રહ્યા હતા. જોકે સંજય દત્તે કેન્સરના આ યુદ્ધમાં જીત મેળવી લીધી છે.

સંજય દત્તનું કેન્સર ઠીક થઈ ગયું છે અને તેણે ખુદ આ વાતની જાહેરાત કરી છે. સંજયના ટ્વિન્સ બાળકોનો આજે જન્મદિવસ  છે અને આ પ્રસંગે સંજય દત્તે ખુશખબર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. કૅન્સર સામેની આ જંગમાં તેનો સાથ આપવા માટે અને તેની સાથે રહેવા માટે સંજયે તમામનો આભાર માન્યો છે.

 
 
 
View this post on Instagram

My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻

A post shared by Sanjay Dutt (@duttsanjay) onOct 21, 2020 at 2:17am PDT

સંજય દત્તે લખ્યું છે કે, ‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલીઓથી ભરેલા રહ્યા હતા, પરંતુ એક કહેવત છે કે લડાઈ માટે ઈશ્વર પણ બહાદુર સૈનિક જ પસંદ કરે છે. અને આ જે, મારા બાળકોના જન્મદિવસ પર મને જણાવતા ખુશી થઈ રહી છે કે હું આ જંગમાં જીતી ગયો છું અને મારા પરિવારને સૌથી જરૂરી અને કિંમતી ભેટ તરીકે મારી તંદુરસ્તી અને મારું સ્વાસ્થ્ય આપી રહ્યો છું. આ બધું તમારા સાથ વગર ના થઈ શક્યું હોત. હું મારા પરિવાર, દોસ્તો અને તમામ ફેન્સનો આભારી છું જે આ સંપૂર્ણ સફરમાં મારી સાથે ઉભા છે. તમારા બધાની પ્રાર્થનાઓ અને સાથ માટે આભાર. હું કોકિલાબેન હૉસ્પિટલની ડૉક્ટર સેવંતી અને તેમની સંપૂર્ણ ટીમ અને હૉસ્પિટલના તમામ કર્મચારીઓનો દિલથી આભાર માનું છું જેમણે મારું આટલું ધ્યાન રાખ્યું. આભાર.”

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK