Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનને કારણે દુબઈમાં ફસાયેલ વાઇફ અને બાળકોને યાદ કરે છે સંજય દત્ત

લૉકડાઉનને કારણે દુબઈમાં ફસાયેલ વાઇફ અને બાળકોને યાદ કરે છે સંજય દત્ત

20 April, 2020 05:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનને કારણે દુબઈમાં ફસાયેલ વાઇફ અને બાળકોને યાદ કરે છે સંજય દત્ત

સંજય દત્ત પરિવાર સાથે

સંજય દત્ત પરિવાર સાથે


સંજય દત્તની વાઇફ માન્યતા દત્ત અને બાળકો લૉકડાઉનને કારણે દુબઈમાં અટવાઈ ગયાં છે. એવામાં સંજય દત્ત તેમને સૌને ખૂબ મિસ કરી રહ્યો છે. તેમની સાથે તો તે સતત સંપર્કમાં છે, પરંતુ તેમની ચિંતા પણ સંજય દત્તને કોરી ખાઈ રહી છે. એ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘હું વર્ચ્યુઅલી તેમની સાથે કૉન્ટૅક્ટમાં છું જે મારી લાઇફમાં હાલમાં ખૂબ અગત્યનું છે. લૉકડાઉનની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે મારી વાઇફ માન્યતા અને બાળકો દુબઈમાં હતાં. ભૂતકાળમાં મેં લૉકડાઉનમાં સમય પસાર કર્યો હતો. એ સમય હતો અને આજનો સમય છે જ્યારે હું મારી ફૅમિલીને ખૂબ મિસ કરી રહ્યો છું. તેઓ મારા માટે સર્વસ્વ છે. હું ટેક્નૉલૉજીનો આભાર માનું છું કે હું તેમને જોઈ શકું છું અને દિવસમાં ઘણી વાર તેમની સાથે વાતો કરી શકું છું. સાથે જ હું તેમને ખૂબ યાદ કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK