ટ્રીટમેન્ટ માટે અમેરિકાના પાંચ વર્ષના વિઝા મળ્યાં સંજય દત્તને

Published: Aug 26, 2020, 18:43 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સંજય દત્તનું દિલ ખૂબ જ મોટું છે: જિશુ સેનગુપ્તા

સંજય દત્ત
સંજય દત્ત

સંજય દત્તને તેના લન્ગ કેન્સરની ટ્રીટમેન્ટ માટે અમેરિકાના પાંચ વર્ષના વિઝા મળી ગયાં છે. તેની પત્ની માન્યતા દત્તે કહ્યું હતું કે તેની શરૂઆતની ટ્રીટમેન્ટ કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવશે. જોકે હવે તેમણે અગાઉની ટ્રીટમેન્ટ માટે વિઝા મેળવી લીધા છે. સંજય દત્ત તેની પત્ની માન્યતા અને બહેન પ્રિયા દત્ત સાથે ન્યુ યોર્ક જશે. તેની ટ્રીટમેન્ટ મેમોરિયલ સ્લોન કેટેરિંગ કેન્સર સેન્ટરમાં કરવામાં આવશે જ્યાં તેની મમ્મી નર્ગિસની પણ કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટમાં તેનું નામ આવ્યું હોવાથી તેને આ વખતે પણ વિઝા મળવામાં તકલીફ પડી રહી હતી. જોકે તેના એક મિત્રની મદદથી તેને પાંચ વર્ષ માટે મેડિકલ કારણ સર વિઝા આપવામાં આવ્યાં છે.

જિશુ સેનગુપ્તાનું કહેવું છે કે સંજય દત્તનું દિલ ખૂબ જ મોટું છે. તેમણે ‘સડક 2’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર પણ છે. આ ફિલ્મ દ્વારા મહેશ ભટ્ટ લગભગ ૨૦ વર્ષ બાદ ડિરેક્શનમાં પાછા ફર્યા છે. સંજય દત્ત વિશે વાત કરતાં જિશુ સેનગુપ્તાએ કહ્યું હતું કે ‘અમે ક્લાઇમૅક્સને નવ દિવસ સુધી શૂટ કર્યો હતો અને દરરોજ મને તેમની પાસેથી ઘણું શીખવા મળતું હતું. તેઓ જે સરળતાથી, જે દર્દથી, જે બાળક જેવા ઇનોસન્સથી કામ કરતા હતા એ જોવું ખૂબ જ અદ્ભુત હતું. તેમની કંપનીમાં હું ખૂબ જ ક્મફર્ટેબલ હતો. અમે મ્યુઝિક વિશે વાત કરતા અને કોઈ પણ વસ્તુ વિશે વાત કરીને ખૂબ જ હસતા હતા. તેમનું દિલ ખૂબ જ મોટું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK