Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તને હૉસ્પિટલમાંથી મળી રજા, 8 ઑગસ્ટે થયા હતા દાખલ

સંજય દત્તને હૉસ્પિટલમાંથી મળી રજા, 8 ઑગસ્ટે થયા હતા દાખલ

10 August, 2020 06:36 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સંજય દત્તને હૉસ્પિટલમાંથી મળી રજા, 8 ઑગસ્ટે થયા હતા દાખલ

શાદાબ ખાન

શાદાબ ખાન


ફિલ્મ અભિનેતા સંજય દત્ત(Sanjay dutt)ને સોમવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમને 8 ઑગસ્ટના શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોવાને કારણે લીલાવતી હૉસ્પિટલ(Lilavati Hospital)માં દાખલ કરાવવામાં આવ્યા હતા. જેના પછી ત્યાં તેમનો કોવિડ-19 ટેસ્ટ(Covid-19 Test) કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

આના એક દિવસ પહેલા એટલે કે રકવિવારે સંજય દત્તના નજીકના મિત્ર અને ફિલ્મ ડાયરેક્ટર અજય અરોરા ઉર્ફે બિટ્ટુએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "સંજૂને કોઇ મોટી મુશ્કેલી નથી. હવામાનમાં આવેલી ફેરફારને કારણે તેમને થોડીક તકલીફ થઈ. હૉસ્પિટલમાં એડમિટ થયા પછી તેમણે વિચાર્યું કે અન્ય ટેસ્ટ પણ કરાવી લેવામાં આવે. જો કે તેમણે કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો, જે નેગેટિવ આવ્યો છે."




મુંબઇમાં હાલ એકલા છે સંજુ બાબા
સંજય દત્ત મુંબઇમાં એકલા જ રહે છે. તેમની પત્ની માન્યતા અને બન્ને બાળકો ઇકરા અને શાહરાન માર્ચમાં લૉકડાઉન લાગ્યા પછીથી દુબઈમાં જ છે. જો કે, ફોન કૉલ અને ઓનલાઇન વીડિયો કૉલિંગ દ્વારા તે સતત તેમના સંપર્કમાં છે.


પહેલો કોરોના ટેસ્ટ નેગેટિવ
શનિવારે જ્યારે સંજય દત્ત હૉસ્પિટલ પહોંચ્યા તો તેમનો કોરોના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ આરટી પીસીઆર માટે તેમણે સ્વાબ ટેસ્ટ પણ કરાવ્યો હતો. તેમને આઇસીયૂના નૉન કોવિડ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે તે હૉસ્પિટલ પહોંચ્યા, તો તેમનું ઑક્સિજન લેવલ ઓછું હચું અને તેમને બેચેની થઈ રહી હતી.

સંજૂએ ટ્વિટર પર આપી હતી હેલ્થ અપડેટ
સંજય દત્તે તે જ રાતે ટ્વિટર પર પોતાના હેલ્થ વિશે માહિતી આપતા લખ્યં હતું કે, "હું બધાને એ જણાવવા માગું છું કે હું સ્વસ્થ છું. હાલ મેડિકલ ઑબ્ઝરવેશનમાં છું અને મારો કોવિડ-19 રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘર પાછો જઈ શકીશ. તમારા બધાંની શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે તમારો ખરેખર આભારી છું."

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 06:36 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK