Exclusive: સંજય દત્ત બૅક ટુ વર્ક, કર્યું શમશેરાનું શૂટિંગ

Published: Sep 08, 2020, 13:16 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સંજય દત્તને ઘણીવાર કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલ જતાં સ્પોટ કરવામાં આવ્યા તો તાજેતરમાં જ એટલે કે રવિવારે દત્ત અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયો પણ ગયા હતા.

સંજય દત્ત
સંજય દત્ત

સંજય દત્તે (Sanjay Dutt) પોતે સોશિયલ (Social Media) મીડિયા પર પોસ્ટ શૅર કરીને પોતાના ચાહકોને જણાવ્યું હતું કે તે પોતાની મેડિકલ (Medical Treatment) સારવાર માટે કામ પરથી થોડાંક સમય માટે રજા લઈ રહ્યા છે. એવામાં સંજય (Sanjay Dutt) દત્તને ઘણીવાર કોકિલાબેન (Kokilaben Dhirubhai Ambani Hospital)ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલ જતાં સ્પોટ (Spot) કરવામાં આવ્યા તો તાજેતરમાં જ એટલે કે રવિવારે (Sunday) દત્ત અંધેરીમાં આવેલા યશરાજ (Yash Raj Studio) સ્ટુડિયો પણ ગયા હતા. મિડ-ડેને મળેલી માહિતી પ્રમાણે સંજય દત્તે પોતાની બીમારી દરમિયાન જ કરણ (Karan Malhotra) મલ્હોત્રાની શમશેરા (Shamshera)માં પોતાના સીનનાં અમુક ભાગનું શૂટિંગ પૂરું કર્યું.

"રણબીર કપૂરે પોતાના સીનનું શૂટિંગ ગયા મહિને પૂરું કરી લીધું હતું. સંજય સર પાસે બે દિવસ હતા." અમુક શૂટ બાકી હોવાને કારણે કરણ પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કરી શક્યો નહોતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રૉડ્યુસર આદિત્ય ચોપરાએ અભિનેતાને રિક્વેસ્ટ કરી હતી તે કે સેટ પર આવતાં પહેલા પોતાની સારવાર કરાવી શકે અને તે પોતાનો સમય લઈ શકે. અભિનેતાની તબિયતને ધ્યાનમાં રાખીને પ્રૉડ્યુસરે પોતે નક્કી કર્યું અને એ બાબતનું ધ્યાન પણ રાખ્યું કે ખૂબ જ ઓછા ક્રૂ મેમ્બર સાથે અને ખૂબ જ સાવચેતી સાથે આ શૂટ પૂરું થાય. એટલું જ નહીં અભિનેતાના સેટ પર આવતાં પહેલા દરેક ક્રૂ મેમ્બર અને શૂટ સાથે જોડાયેલા દરેકના કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યા.

ચર્ચા છે કે સંજય દત્ત પોતાના અન્ય કમિટમેન્ટ્સ પણ પૂરા કરવા માગે છે. જેમાં અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા અને કેજીએફ -2નું ડબિંગ પણ છે. ગયા મહિને અભિનેતાએ યૂએસ વીઝા મેળવ્યા પછી મહિનાની શરૂઆતમાં જ ન્યૂયૉર્ક જવાનું નક્કી કર્યું હતું પણ અભિનેતાના નજીકના સૂત્રએ જણાવ્યું કે તેમના પ્લાનિંગમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. "અનેક ચર્ચાઓ બાદ સંજય અને માન્યતા દત્તે ડિસેમ્બરમાં મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં સારવાર લેવાનું નક્કી કર્યું છે, કારણકે તેમના બાળકો શાહરાન અને ઇકરાને શિયાળાની રજાઓ હશે. સંજુ પોતાની ટ્રીટમેન્ટ દરમિયાન ઇચ્છે છે કે તેના બાળકો તેની આસપાસ હોય." સૂત્રના જણાવ્યા પ્રમાણે ત્યાં સુધી સંજય દત્ત પોતાની સારવાર મુંબઇમાં મેળવી રહ્યા છે અને અહીં ચાલું રાખશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK