Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઓમ: બૅટલ વિધિનમાં આદિત્ય રૉય કપૂર સાથે દેખાશે સંજના સાંઘી

ઓમ: બૅટલ વિધિનમાં આદિત્ય રૉય કપૂર સાથે દેખાશે સંજના સાંઘી

24 November, 2020 06:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓમ: બૅટલ વિધિનમાં આદિત્ય રૉય કપૂર સાથે દેખાશે સંજના સાંઘી

સંજના સાંઘી

સંજના સાંઘી


સંજના સાંઘી અને આદિત્ય રૉય કપૂર ‘ઓમ: ધ બૅટલ વિધિન’માં પહેલી વખત સ્ક્રીન શૅર કરતાં જોવા મળશે. ફિલ્મને અહમદ ખાન ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને ભારતનાં ત્રણ શહેરોની સાથે જ ફૉરેન લોકેશનમાં પણ શૂટ કરવામાં આવશે, જેને માર્ચ સુધી પૂરી કરવાની મેકર્સની યોજના છે. ફિલ્મમાં સંજના એક યંગ ગર્લ કાવ્યાનું પાત્ર ભજવવાની છે. આ વિશે અહમદ ખાને કહ્યું હતું કે ‘પોતાની પહેલી ફિલ્મમાં સંજનાએ પોતાના રોલને ખૂબ જ સમજદારીથી ભજવ્યો હતો. ‘ઓમ: ધ બૅટલ વિધિન’માં તે એક યંગ ગર્લનો રોલ ભજવવાની છે જે ખૂબ મોટી જવાબદારી ભજવે છે અને એમાં તે યોગ્ય બંધ બેસે છે.’

સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર સંજનાએ તેના રોલ વિશે કહ્યું હતું કે ‘મને ખૂબ જ જલદી ઍક્શન ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે, જે મારા માટે એક સન્માનની વાત છે. હું મારા પ્રોડ્યુસર્સ અહમદ ખાન, ઝી સ્ટુડિયોઝ અને મારા ડિરેક્ટર કપિલનો ખૂબ આભાર માનું છું. તેમણે મારામાં વિશ્વાસ દેખાયો કે હું આ અનોખી ફિલ્મને ખૂબ સારી રીતે કરી શકું છું. ઘણીબધી સ્ક્રિપ્ટ્સ વાંચ્યા બાદ મને ‘ઓમ’ યોગ્ય ફિલ્મ લાગી. હું એવી ફિલ્મ શોધી રહી હતી જે મને મારી જાતને મોટી ઍક્શન કમર્શિયલમાં ધકેલવાની તક આપે. તમે આ અગાઉ કદી પણ નહીં જોયું હોય એવું રૂપ અને એક્સાઇટિંગ ચૅલેન્જિસ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2020 06:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK