Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રિપ્ટ રીડિંગ સેશન દરમ્યાન સુશાંત સાથે જમીન પર બેસીને જમી હતી સંજના

સ્ક્રિપ્ટ રીડિંગ સેશન દરમ્યાન સુશાંત સાથે જમીન પર બેસીને જમી હતી સંજના

06 July, 2020 12:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્રિપ્ટ રીડિંગ સેશન દરમ્યાન સુશાંત સાથે જમીન પર બેસીને જમી હતી સંજના

સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી

સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી


સંજના સાંઘીએ ‘દિલ બેચારા’ના સ્ક્રિપ્ટ રીડિંગ સેશન દરમ્યાન સુશાંત સિંહ રાજપૂત સાથે નીચે જમીન પર જમવા બેઠી હતી. ‘દિલ બેચારા’ સંજનાની પહેલી ફિલ્મ છે અને સુશાંતની આ છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 24 જુલાઈએ ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. સુશાંત સાથેના અનુભવોને વાગોળતાં સંજનાએ કહ્યું હતું કે ‘અમે બન્ને પઢાકુ હતાં. અમે પૂરી સ્ક્રિપ્ટ છેલ્લે સુધી વાંચી હતી. અમારી કૉપી એવી લાગતી હતી જાણે કે કોઈ વર્ષો જૂની નૉવેલ હોય. એના પર ઘણાબધા માર્ક લાગી ગયા હતા. એમાં અમે અમારી નોટ્સ પણ ઉમેરી દીધી હતી. હું ખૂબ જલદી જ ડરી જતી હતી. મુકેશે મને રિલૅક્સ થવા કહ્યું હતું. મુકેશ, હું અને સુશાંત જમવાનાં ખૂબ શોખીન હતાં. અમે જમવાનો મોટો ઑર્ડર આપ્યો હતો. એથી અમે નીચી જમીન પર બેસીને જમ્યાં હતાં. જમવાનું ચટાઈ પર રાખીને જમવાનું શરૂ કર્યું હતું. તેમણે મારી મજાક કરી હતી કે હું કેટલું ખાઈ શકું છું. ભણવા સિવાય અમને ભોજનમાં પણ ખૂબ રસ હતો. લંચ કરતી વખતે મારા ડૅડીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો કે ઘરે એક લેટર આવ્યો છે કે મને દિલ્હી યુનિવર્સિટી વતી ગોલ્ડ મેડલ મળવાનો છે. સુશાંત, મુકેશ અને પૂરી ટીમ આ સાંભળીને ખૂબ ઉત્સાહિત થઈ ઊઠી હતી. એથી મને તેણે એક નોટ લખીને આપી હતી જેમાં શિક્ષણ અને સિનેમા તેના માટે શું મહત્ત્વ ધરાવે છે એ વિશે લખેલું હતું. મેં એ નોટને આજે પણ મારા ડ્રૉઅરમાં સંભાળીને રાખી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK