ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ જોવા મળશે આ વેબ સિરીઝમાં

Updated: 18th November, 2020 20:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટૂંક સમયમાં ટીબી વિશે લોકોમાં જાગૃતિ લાવવા એક વેબ સિરીઝમાં અભિનય કરવા જઈ રહી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

દેશની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) ટૂંક સમયમાં ટીબી વિશે લોકોમાં જાગૃતિ લાવવા એક વેબ સિરીઝમાં અભિનય કરવા જઈ રહી છે. આ વેબ સિરીઝનું નામ છે ‘એમટીવી પ્રોહિબિટ અલોન ટુગેધર’. આ વેબ સિરીઝમાં સાનિયા અભિનય કરી રહી છે.

આ બાબતે સાનિયા મિર્ઝાએ કહ્યું, ટીબી હજી પણ આપણા દેશના આરોગ્યની મુખ્ય ચિંતા છે. ટીબીથી પીડિત હોવાનું જાણવા મળ્યા છે, તેમાં 50 ટકા 30 વર્ષથી ઓછી વયના છે અને તેથી આ બીમારી વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજ અને મૂંઝવણને દૂર કરવા અને લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ વેબ સિરીઝ વિશે ખૂબ જ અનન્ય અને અસરકારક રીતે સંદેશ આપે છે.

તેણે ઉમેર્યું કે, હંમેશા ટીબીથી પીડિત થવાનું જોખમ રહેલું છે. કોરોના રોગચાળાએ આ ભયને વધુ વધાર્યો છે. હવે ટીબીને રોકવો પહેલાં કરતાં વધારે મુશ્કેલ બની ગયો છે અને તેથી જ મને આ વેબ સિરીઝમાં કામ કરવાની પ્રેરણા મળી છે. હું આશા રાખું છું કે આ વેબ સિરીઝમાં મારું કાર્ય ટીબી સામેની સામૂહિક લડતમાં મદદ કરશે અને તે સકારાત્મક પરિવર્તન લાવશે.

આ વેબ સિરીઝની મુખ્ય વાર્તા નવા પરિણીત દંપતી વિક્કી અને મેઘાની સમસ્યાઓ વિશે છે. વિકીના રૂપમાં સૈયદ રઝા અહેમદ અને મેઘા તરીકે પ્રિયા ચૌહાણ. અચાનક જાહેર કરાયેલા લોકડાઉનને કારણે દંપતીને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વેબ સિરીઝમાં સાનિયા મિર્ઝા લોકડાઉનને કારણે આ દંપતીને જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તે તરફ ધ્યાન આપશે. અક્ષય નલવાડે અને અશ્વિન મુશરન પણ આ શોમાં કામ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ પાંચ અઠવાડિયાની છે અને નવેમ્બર 2020ના અંતિમ અઠવાડિયામાં એમટીવી ઇન્ડિયા અને એમટીવી પ્રોહિબિશનના સોશિયલ મીડિયા હેન્ડલ પર શરૂ થશે.

 • 1/39
  સાનિયા મિર્ઝા વુમન્સ ડબલ્સ કેટેગરીમાં વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર હતી. સાનિયાને સૌથી સફળ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી તરીકે પણ ગણવામાં આવે છે.

 • 2/39
  સાનિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા બિલ્ડર છે અને માતાનો પ્રિન્ટિંગ બિઝનેસ છે.

 • 3/39
  સાનિયાનું કુટુંબ હૈદરાબાદમાં શિફ્ટ થયુ હતુ તે પછી સાનિયાની નાની બહેન આનમનું બાળપણ પણ હૈદરાબાદમાં જ વિત્યુ હતું.

 • 4/39
  સાનિયા મિર્ઝા પૂર્વ બારતીય ક્રિકેટર ગુલામ અહમદ અને પાકિસ્તાની ક્રિકેટર આસિફ ઈકબાલની રિલેટિવ છે.

 • 5/39
  હૈદરાબાદની નાસરમાં ભણતી વખતે તેને ટેનિસ પ્લેયર બનવાના સ્વપ્નમાં મદદ મળી હતી, એમ સાનિયાએ કહ્યું હતું.

 • 6/39
  છ વર્ષની ઉંમરથી જ સાનિયા મિર્ઝા ટેનિસ રમતી હતી.

 • 7/39
  સાનિયાને ટેનિસનું કોચિંગ પહેલા તેના પિતાએ અને પછી રોજર એન્ડરસને કર્યું હતું.

 • 8/39
  સાનિયા મિર્ઝા ગ્રેન્ડ સ્લેમ ડબલ્સમાં છ વખત જીતી છે.

 • 9/39
  સાનિયાએ ઑસ્ટ્રેલિયા ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપનમાં વુમન્સ ડબલ્સમાં પણ વિજેતા બની છે.

 • 10/39
  સાનિયા મિર્ઝા ઑસ્ટ્રેલિયા ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં પણ વિજેતા બની છે.

 • 11/39
  ઑક્ટોબર 2005માં સાનિયાનું નામ મેગેઝીનમાં ’બારતના 50 હિરોઝ’માં આવ્યુ હતું.

 • 12/39
  વર્ષ 2010માં એક અગ્રણી અખબારે ભારતને ગર્વ અપાવનારી 33 મહિલાઓમાં સાનિયા મિર્ઝાનો ઉલ્લેખ કર્યો હતો.

 • 13/39
  વર્ષ 2016માં વિશ્વમાં ટોચના 100 પ્રભાવશાળી લોકોમાં સાનિયા મિર્ઝાનો પણ સમાવેશ હતો.

 • 14/39
  સાનિયા મિર્ઝાએ 10 વર્ષ પહેલા પાકિસ્તાની ક્રિકેટર શોહેબ મલિક સાથે લગ્ન કર્યા હતા. પહેલા હૈદરાબાદમાં પરંપરાગત હૈદરાબાદી મુસ્લિમ રીતે અને પછી પાકિસ્તાની પરંપરાના હિસાબે લગ્ન કર્યા હતા.

 • 15/39
  એપ્રિલ 2018માં સાનિયાએ જાહેરાત કરી કે તે પ્રેગ્નેન્ટ છે. ઑક્બર 2018માં તેણે પુત્રને જન્મ આપ્યો જેનું નામ ઈઝાન મિર્ઝા મલિક પાડ્યુ છે.

 • 16/39
  પ્રેગ્નેન્સી વખતે સાનિયાએ આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

 • 17/39
  સોશ્યલ મીડિયામાં તે પોતાના ગ્લેમરસ ફોટોઝ અપલોડ કરતી હોય છે.

 • 18/39
  સાનિયા મિર્ઝા અને તેની નાની બહેન આનમ.

  સાનિયા મિર્ઝા અને તેની નાની બહેન આનમ.

 • 19/39
  સાનિયા મિર્ઝાએ સોશ્યલ મીડિયામાં તેનો નાનપણનો ફોટો શૅર કર્યો હતો, જેમાં તેની નાની બહેન પણ દેખાય છે.

 • 20/39
  સાનિયા મિર્ઝા બૉલીવુડ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન બંને ક્લોઝ ફ્રેન્ડ્સ છે.

 • 21/39
  સાનિયા મિર્ઝાએ નેહા ધુપિયા સાથેનો આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. બંને એક ટોક શોમાં સાથે જોવા મળ્યા હતા.

 • 22/39
  સાનિયા અને તેની ફ્રેન્ડ પરિણીતા ચોપડા.

  સાનિયા અને તેની ફ્રેન્ડ પરિણીતા ચોપડા.

 • 23/39
  સાનિયા મિર્ઝાએ માર્ટિના હિંગીસ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. આ બંનેએ ઘણી વુમન્સ ડબલ્સ ખિતાબો મેળવ્યા છે, જેમાં વિમ્બલડનનો પણ સમાવેશ છે.

 • 24/39
  સાનિયા મિર્ઝા અને ઐશ્વર્યા રાય બચ્ચન.

  સાનિયા મિર્ઝા અને ઐશ્વર્યા રાય બચ્ચન.

 • 25/39
  સાનિયા મિર્ઝા સોશ્યલ મીડિયામાં જે ફોટોઝ અપલોડ કરે છે તે ફૅન્સને ખૂબ જ ગમે છે. મોટા ભાગે સાનિયા ઈન્સ્ટાગ્રામમાં ફોટોઝ અપલોડ કરતી હોય છે.

 • 26/39
  એક ઈવેન્ટ પહેલા સાનિયાએ આ ફોટો શૅર કર્યો હતો.

 • 27/39
  સાનિયાનો આ સુંદર ફોટો પણ ફૅન્સને ખૂબ જ ગમ્યો હતો.

 • 28/39
  કોફી વિથ કરણના શૂટિંગ પહેલા બેકસ્ટેજનો આ ફોટો સાનિયા મિર્ઝાએ શૅર કર્યો હતો.

 • 29/39
  એક ઈવેન્ટ પહેલા સાનિયા મિર્ઝાએ બ્લુ ડ્રેસમાં આ સુંદર ફોટો શૅર કર્યો હતો.

 • 30/39
  ન્યુ યોર્ક સ્થિત સાનિયાએ તેનો આ ‘ગેંગ્સ્ટા’ લુક શૅર કરતા કૅપ્શન આપી, સ્વૅગ બિકોઝ ઈટ્સ ન્યુયોર્ક ટાઈમ.

 • 31/39
  એક પાર્ટીમાં સાનિયા મિર્ઝા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા.

 • 32/39
  સાનિયા મિર્ઝાને મોનોક્રોમ ફોટોઝ ખૂબ જ ગમે છે અને તે બ્લેક એન્ડ વાઈટ ફોટોઝ સમયાંતરે શૅર કરતી રહેતી હોય છે.

 • 33/39
  ફૅન્સને પણ તેના આ મોનોક્રોમ ફોટોઝ ખૂબ જ ગમે છે.

 • 34/39
  સાનિયા મિર્ઝાનો આ સુંદર ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.

 • 35/39
  એક ફોટોશૂટમાં સાનિયા મિર્ઝાએ ઈથનિક લુક ફૅન્સને દર્શાવ્યો હતો.

 • 36/39
  સાનિયા મિર્ઝા એક સ્પોર્ટ્સ પ્લેયર તરીકે પોતાની અને કુટુંબના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી લે છે.

 • 37/39
  સાનિયા મિર્ઝા ઈન્ડિયન ટ્રેડિશનલ તેમ જ વેસ્ટર્ન સ્ટાઈલ બંનેમાં પોતાનો સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાબિત કરે છે.

 • 38/39
  લેબલ લૉન્ચ ઈવેન્ટમાં સાનિયા મિર્ઝા કેઝ્યુઅલ આઉટફીટમાં.

 • 39/39
  હૅપ્પી બર્થ ડે સાનિયા મિર્ઝા!

  હૅપ્પી બર્થ ડે સાનિયા મિર્ઝા!

First Published: 18th November, 2020 20:06 IST
Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK