સાનિયા અને શોએબ જોવા મળશે ‘નચ બલિયે’માં

Published: 19th December, 2012 02:55 IST

સેલિબ્રિટી ડાન્સ-શો ‘નચ બલિયે’ની પાંચમી સીઝન ૨૯ ડિસેમ્બરથી સ્ટાર પ્લસ પર શરૂ થવાની છે.


દર શનિવારે આ રિયલિટી શો પ્રસારિત થશે, જેમાં બૉલીવુડની ફેવરિટ ડાન્સર શિલ્પા શેટ્ટી કુન્દ્રા, ડિરેક્ટર સાજિદ ખાન અને સેલિબ્રિટી કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ જજ તરીકે જોવા મળશે. સૌને આ વખતે કયા ૧૧ સેલિબ્રિટી કપલ્સ સ્પર્ધક તરીકે આવશે એ જાણવાની ઉત્સુકતા છે. તો આ વખતે કયું કપલ ડાન્સની કમાલ અને કેમિસ્ટ્રી બતાવવા તૈયાર છે એ જોઈ લો.

શિલ્પાએ વજન ઘટાડ્યું ને વાળ કપાવ્યા


લાંબી મૅટરનિટી લીવ પછી શિલ્પા ફરીથી કામે ચડી ગઈ છે. ‘નચ બલિયે’માં જજ તરીકે અપિયર થવા પહેલાં તેણે ખાસ્સુંએવું વજન ઘટાડ્યું છે. તેના ચહેરા પર અજીબ ચમક વર્તાય છે અને લાંબા વાળ પણ કપાવી નાખ્યા છે. મિડિયા સાથેની મુલાકાતમાં તે ખુશમિજાજમાં દેખાતી હતી. તેને પૂછવામાં આવ્યું કે શું તે આ શો દરમ્યાન હસબન્ડ રાજ સાથે ડાન્સ કરશે? ત્યારે તેણે હસતાં-હસતાં જવાબ આપેલો કે, ‘મને લાગે છે કે તેને અહીં બોલાવવાનું ચૅનલને પરવડશે નહીં. હું એટલી મોંઘી નથી એટલે અહીં છું.’

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની જોડી પણ છે


‘નચ બલિયે’ની પાંચમી સીઝનમાં ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક પણ સ્પેશ્યલ જોડી તરીકે જોવા મળવાનાં છે. સ્પેશ્યલ જોડી તરીકે તેમનો આ પ્રોગ્રામમાં કેવો રોલ હશે એનો ફોડ આજે પડવાનો છે.

રાહુલ અને ડિમ્પી મહાજન

પ્રમોદ મહાજનનો દીકરો રાહુલ રિયાલિટી શો થકી જ ડિમ્પીની પસંદગી કરીને પરણ્યો અને લાઇમલાઇટમાં આવ્યો છે. લગ્નજીવનમાં ઘણા ઉતારચઢાવ આવ્યા હોવા છતાં તેમની વચ્ચે હવે કેમિસ્ટ્રી કેવી જામશે એ જોવા જેવું હશે.

જય ભાનુશાલી અને માહી વિજ


આ બન્ને ઇન્ડિયન ટેલિવિઝનની ખૂબ લોકપ્રિય રોમૅન્ટિક જોડી છે. કલર્સ ચૅનલ પર આવતી ‘નકુશા’ની લીડ ઍક્ટ્રેસ તરીકે માહીએ અને ઍક્ટર-હોસ્ટ જય નાના પડદે ખૂબ લોકપ્રિય છે. તેમનાં લગ્નને બે વરસ થયાં છે.

કુશલ ટંડન અને એલેના

‘એક હઝારોં મેં મેરી બહના હૈ’નો લીડ ઍક્ટર કુશલ ટંડન તેની ગર્લફ્રેન્ડ એવી ન્યુ યૉર્કમાં મૉડલિંગ કરતી બલ્ગેરિયાની એલેના સાથે ડાન્સ-શોમાં ભાગ લેશે. એલેના ઇન્ડિયન ડાન્સ અને કલ્ચરથી બહુ પરિચિત નથી.

અરવિંદ અને નીલુ


‘દિયા ઑર બાતી હમ’ની ભાભો એટલે કે નીલુ વાઘેલા તેના રિયલ લાઇફ હસબન્ડ અને રાજસ્થાની સુપરસ્ટાર અરવિંદ કુમાર સાથે જોવા મળશે. આ કપલનાં લગ્નને ઘણા વષોર્ થઈ ગયાં છે.

કરણ મેહરા અને નિશા રાવલ


‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નો નૈતિક અને તેની ફૅશન-ડિઝાઇનર વાઇફ નિશા રાવલની લવલી કેમિસ્ટ્રી જોવા મળશે. તેમનાં લગ્ન હજી નવેમ્બર મહિનામાં જ થયાં છે. નવદંપતી માટે આ શો પરસ્પરને ઍડજસ્ટ થવાની ચૅલેન્જ બની રહેશે.

દીપશિખા અને કેશવ અરોરા

બે બાળકોની સિંગલ મધર એવી દીપશિખા ‘યે દૂરિયાં’ ફિલ્મના સેટ પર કેશવને મળી અને પ્રેમમાં પડી. દીપશિખા કરતાં કેશવ નાનો છે, પણ જીવનના દરેક તબક્કે તેણે દીપશિખાને સપોર્ટ કયોર્ છે.

રવિ દૂબે અને સરગુણ મહેતા


ઝી ટીવીની ‘૧૨/૨૪ કરોલ બાગ’શોમાં કામ કરતાં-કરતાં એકમેકના પ્રેમમાં પડી ગયેલા આ બન્ને ટીવી-ઍક્ટરો ખૂબ અચ્છા ડાન્સર્સ છે.

સુહાસી ગોરડિયા અને જયશીલ

ઝી ટીવીની ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ સિરિયલની લીડ ઍક્ટ્રેસ આભાના રોલમાં ચમકેલી સુહાસી ગોરડિયા તેના કૉલેજ-ટાઇમના ફ્રેન્ડ જયશીલ સાથે દસ વર્ષથી મૅરિડ છે.

અમર સિંહ અને ચાર્લી ચૌહાણ

ચૅનલ વીના ‘દિલ દોસ્તી ડાન્સ’ના કૂલ લવર-બૉયનો રોલ કરતો કુંવર અમર સિંહ તેની ગર્લફ્રેન્ડ અને ચૅનલ વીની ‘ગુમરાહ’માં ચમકેલી ચાર્લી ચૌહાણ સાથે ડાન્સ કરતો દેખાશે. બિન્ધાસ્ત ઍટિટ્યુડવાળું આ કપલ ડાન્સમાં માહેર છે.

શેફાલી જરીવાલા અને પરાગ


‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલી જરીવાલા તેના બૉયફ્રેન્ડ અને ઝી ટીવીની ‘પવિત્ર રિશ્તા’માં જોવા મળતા ટીવી-ઍક્ટર પરાગ ત્યાગી સાથે ડાન્સ કરશે. બોલ્ડ આઇટમ ગર્લ અને શરમાળ, અંતમુર્ખી પરાગની જોડી કેવી જામશે એ જોવા જેવું હશે.

સ્મિતા બંસલ અને અંકુશ


‘કલર્સ’ ચૅનલની ‘બાલિકા વધૂ’માં આનંદીની મમ્મીના રોલમાં ખીલેલી સ્મિતા બંસલ અને ટીવી-ડિરેક્ટર પતિ અંકુશ સાથે ૧૧ વરસથી સુખી લગ્નજીવનમાં છે. થોડા સમય પહેલાં જ સ્મિતાએ દીકરીને જન્મ આપ્યો છે ત્યારે નવા પેરન્ટ્સ શું કમાલ કરે છે એ જોઈએ.

છેલ્લી ૪ સીઝનના વિજેતા

૧. સચિન અને સુપ્રિયા પિલગાંવકર

૨. હુસેન અને ટીના કુવાજેરવાલા

૩. આમિર અલી અને સંજીદા શેખ

૪. શાલીન ભનોત અને દલજિત કૌર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK