Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video : મેઈડ ઈન ચાઈનાનું ધમાકેદાર ગીત 'સનેડો' થયું રીલિઝ

Video : મેઈડ ઈન ચાઈનાનું ધમાકેદાર ગીત 'સનેડો' થયું રીલિઝ

30 September, 2019 01:00 PM IST | મુંબઈ

Video : મેઈડ ઈન ચાઈનાનું ધમાકેદાર ગીત 'સનેડો' થયું રીલિઝ

રાજકુમાર રાવ અને મૌની રોય

રાજકુમાર રાવ અને મૌની રોય


ધમાકેદાર ટ્રેલર અને ઓઢણી ગીત પછી હવે મેઈડ ઈન ચાઈનાના મેકર્સે વધુ એક ગીત રિલીઝ કર્યું છે. ગુજરાતી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ હાસ્યથી ભરપૂર છે. અને હવે નવરાત્રીને ધ્યાનમાં રાખીને ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજને સનેડો સનેડો ગીત રીલિઝ કર્યું છે.

સનેડો સનેડો ગીત સચિન-જીગરે કંપોઝ કર્યું છે. જેને મિકા સિંહ, નિકીતા ગાંધી, બેની દયાલ અને સચિન-જીગરે ગાયું છે. સેનેડો જાણીતા ગુજરાતી ગીતનું રિક્રિએશન છે. જે ડાંડિયા પ્રેમીઓની પસંદ છે.

ઓઢણીમાં રાજકુમાર અને મૌની રોય ડાન્સ ફ્લોર પર આગ લગાવતા જોવા મળ્યા હતા. જ્યારે આ ફિલ્મમાં રાજકુમાર પત્ની મૌનીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. મૌની રેડ સાડીમાં એકદમ હોટ લાગી રહી છે. મૌની આ ગીતમાં રાજકુમાર રાવ સાથે ગરબાના કેટલાક સ્ટેપ્સ કરતી પણ જોવા મળશે.



સનેડો ગીત વિશે વાત કરતા સચિન કહે છે કે, મેઈન ઈન ચાઈના એક નાનકડા ગુજરાતી વેપારી અને તેની પત્નીની સફર છે. આ ગીતમાં ગુજરાતની સંસ્કૃતિની સાથે સાથે મોર્ડન સંસ્કૃતિની ઝલક પણ બતાવવામાં આવી છે. રઘુ અને તેની પત્ની વચ્ચેના રોમાન્સ અને એનર્જી માટે આ ગીત પર્ફેક્ટ છે. જીગર કહે છે કે, "સનેડો ગુજરાતનું માનીતું ગીત છે, દરેક ગુજરાતી તેની શરૂઆત થાય તેનાથી જ તેને ઓળખી જાય છે. અમે ખુશી છીએ કે તે સારી રીતે બન્યું છે અને લોકોને તે પસંદ આવી રહ્યું છે."

દિવાળી પર રીલિઝ થવા માટે તૈયાર આ ફિલ્મ મેડ્ડોક ફિલ્મ્સે જીયો સ્ટુડિયો સાથે મળીને બનાવી છે. મિખિલ મુસલેની આ ફિલ્મમાં બોમન ઈરાની, સુમીત વ્યાસ, ગજરાત રાવ અને પરેશ રાવલ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 01:00 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK