કોરોના વાઇરસને કારણે 40 દિવસની દિકરી માટે ઘરની પરંપરા તોડી શિલ્પાએ

Published: Mar 28, 2020, 17:18 IST | Agencies | Mumbai

શિલ્પા શેટ્ટી કુન્દ્રાની દીકરી સમીશા શેટ્ટી કુન્દ્રા ૪૦ દિવસની થતાં તેને ઘરના મંદિરમાં ભગવાન પાસે આશીર્વાદ અપાવ્યા.

શિલ્પા શેટ્ટી, દીકરી અને પરિવાર સાથે
શિલ્પા શેટ્ટી, દીકરી અને પરિવાર સાથે

શિલ્પા શેટ્ટી કુન્દ્રાની દીકરી સમીશા શેટ્ટી કુન્દ્રા ૪૦ દિવસની થતાં તેને ઘરના મંદિરમાં ભગવાન પાસે આશીર્વાદ અપાવ્યા. દેશમાં કોરોનાને કારણે ૨૧ દિવસનો લૉકડાઉન હોવાથી બહાર નથી નીકળી શકાતું. આ જ કારણ છે કે તે ઘરના મંદિરમાં સમીશાને આશીર્વાદ માટે લઈ ગઈ હતી. દીકરા વિઆન, હસબન્ડ રાજ કુન્દ્રા અને દીકરી સમીશા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘સમીશા શેટ્ટી કુન્દ્રા ૪૦ દિવસની થઈ છે. હિન્દુ ધર્મ પ્રમાણે માતા અને બાળક માટેની એક પ્રથા છે કે પહેલી વાર બાળકને ઘરની બહાર મંદિરમાં લઈ જવામાં આવે છે. જોકે હાલની સ્થિતિને જોતાં અમારી પાસે અન્ય કોઈ પર્યાય નથી. એથી અમે અમારા ઘરના મંદિરમાં જ આશીર્વાદ લઈ લીધા હતા. અમે અનુભવ્યું છે કે જીવનમાં ઘણીબધી વસ્તુઓ છે જેનો આપણે આભાર માનવો જોઈએ એટલું જ નહીં, એ બાબતોનો પણ આભાર માનવો જોઈએ જે આપણા પ્લાન મુજબ નથી થતું. એથી આવનારા ૨૦ દિવસ સુધી હું દરરોજ આભાર માનીશ. હું ખૂબ આભારી છું કે મને એક હેલ્ધી ફૅમિલી મળી છે. ચાલો આપણે સૌ દરેક સારી વસ્તુનો આભાર માનીએ. સાથે જ જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવીએ. દરેક વસ્તુનો આભાર માનતાં આ પહેલમાં મારો સાથ આપો. કમેન્ટ્સમાં મને એ વિશે જણાવો અથવા તો તમારા તરફથી કંઈ પોસ્ટ કરો. પ્રેમ અને આભાર.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK