સમીરા રેડ્ડીને ત્યાં થયો પુત્રીનો જન્મ, જુઓ તેની પહેલી તસવીર

Published: Jul 12, 2019, 15:07 IST | મુંબઈ

સમીરા રેડ્ડીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. તેની ઈન્સ્ટાગ્રામ પર પહેલી તસવીર પોસ્ટ કરવામાં આવી છે.

સમીરા રેડ્ડીને ત્યાં થયો પુત્રીનો જન્મ
સમીરા રેડ્ડીને ત્યાં થયો પુત્રીનો જન્મ

સમીરા રેડ્ડીએ પોતાની પ્રેગનેન્સી દરમિયાન ફોટોશૂટ કરીને તમામ સ્ટીરીયોટાઈપ તોડી નાખ્યા છે. અને હવે તેના ઘરે પુત્રીનો જન્મ થયો છે. સમીરા રેડ્ડી અને અક્ષય વાર્ડેના ઘરે બેબી ગર્લનું આગમન થયું છે અને તેની તસવીર સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. સમીરા લખ્યું કે, "અમારી નાનકડી પરી આજે સવારે આવી ગઈ છે. મારી નાનકડી દીકરી. તમારા તમામના આશીર્વાદ માટે ધન્યવાદ."

 
 
 
View this post on Instagram

Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed

A post shared by Sameera Reddy (@reddysameera) onJul 12, 2019 at 1:00am PDT


સમીરાએ આ ક્યૂટ તસવીર શેર કરી છે. જેમાં તે પોતાની નાનકડી દીકરીનો હાથ પકડી રહી છે. સમીરાએ પોતાની ગર્ભાવસ્થાને ખૂબ જ માણી હતી. તેણે અંડરવૉયર ફોટોશૂટ પણ કરાવ્યું હતું.


તમને જણાવી દઈએ કે સમીરાનો એક દિકરો પણ છે. આ વર્ષે  તેણે પોતાના દીકરાનો ફોટો પણ શેર કર્યો હતો.

આ પણ વાંચોઃ આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

કેટલાક દિવસો પહેલા સમીરા રેડ્ડીની એક લગ્ન દરમિયાનની ફોટો પણ ખૂબ જ જોવામાં આવી હતી. જેમાં તે ટ્રેડિશનલ અવતારમાં નજર આવી હતી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK