Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ ફૅમિલી મૅનની બીજી સીઝનમાં દેખાશે સમન્થા અકિનેની

ધ ફૅમિલી મૅનની બીજી સીઝનમાં દેખાશે સમન્થા અકિનેની

29 November, 2019 11:08 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ધ ફૅમિલી મૅનની બીજી સીઝનમાં દેખાશે સમન્થા અકિનેની

સમન્થા અકિનેની

સમન્થા અકિનેની


વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ પર આવેલી મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ડિરેક્ટર-જોડી રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકે દ્વારા આ શો ડિરેક્ટ કરવામાં આવ્યો હતો. પહેલી સીઝનમાં સાઉથની ઍક્ટ્રેસ પ્રિયામણિ જોવા મળી હતી અને બીજી સીઝનમાં હવે સમન્થા અકિનેની પણ જોવા મળશે. મનોજ બાજપાઈ, પ્રિયામણિ, શારીબ હાશ્મી, દર્શન કુમાર, શરદ કેળકર, સની હિન્દુજા, શ્રેયા ધનવંતરી, શાહબ અલી, વેદાંત સિંહા અને મહેક ઠાકુર સાથે કામ કરવાની સાથે આ શો દ્વારા સમન્થા તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. ભારતભરના દર્શકોને આકર્ષવા માટે એમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના ઍક્ટરને પસંદ કરવામાં આવી રહ્યા છે. આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરવામાં આવી છે. આ શોમાં કામ કરવા વિશે સમન્થા અકિનેનીએ કહ્યું હતું કે ‘ડિજિટલ સ્પેસનો ખૂબ જલદી વિકાસ થઈ રહ્યો છે અને મારે પણ એનો પાર્ટ બનવું હતું. ઇન્ડિયાની સૌથી લોકપ્રિય સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ દ્વારા ડેબ્યુ કરવાથી બીજી સારી તક કઈ હોઈ શકે. ઍમેઝૉન પ્રાઇમ અને રાજ તથા ડીકે સાથે કામ કરવાથી વધુ મને શું જોઈએ? આ શોમાં હું જે પાત્ર ભજવી રહી છું એ મેં કરેલા અત્યાર સુધીના પાત્ર કરતાં એકદમ અલગ છે. મારા ફૅન્સ માટે આ પાત્ર સરપ્રાઇઝ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2019 11:08 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK