ચુલબુલ પાન્ડેનો હવે ઍનિમેટડ અવતાર જોવા મળશે

Published: May 27, 2020, 20:14 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સલમાન ખાનની પૉપ્યુલર ફિલ્મ ફ્રૅન્ચાઇઝી ‘દબંગ’ને હવે ઍનિમેટેડ સિરીઝમાં રજૂ કરવામાં આવશે

સલમાન ખાનની પૉપ્યુલર ફિલ્મ ફ્રૅન્ચાઇઝી ‘દબંગ’ને હવે ઍનિમેટેડ સિરીઝમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાને સુપરકોપ ચુલબુલ પાન્ડેનું પાત્ર ભજવ્યું હતું. આ ઍનિમેટેડ સિરીઝમાં સોનુ સૂદનું છેદી સિંહ, સોનાક્ષી સિંહાનું રજ્જો અને વિનોદ ખન્નાનું પ્રજાપતિજીનું પાત્ર પણ જોવા મળશે. આ વિશે અરબાઝ ખાનનું કહેવું છે કે ‘અમારી ‘દબંગ’ની યુએસપી એ છે કે એ એક સંપૂર્ણ ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે. આથી અમે આ સિરીઝને આગળ લઈ જવા માટે એના પર ઍનિમેશન સિરીઝ બનાવી રહ્યા છીએ. આ મીડિયમ પર અમે અમારી મરજી મુજબની સ્ટોરીટેલિંગ દ્વારા એને રજૂ કરી શકીએ છીએ. આ માટે અમે શૉર્ટ સ્ટોરીઝ ફૉર્મેટનો ઉપયોગ કરીશું જેથી એને વધુ એક્સાઇટિંગ બનાવી શકાય. ચુલબુલ પાન્ડે એક લાર્જર ધેન લાઇફ પાત્ર છે અને એના ઍડ્વેન્ચરને વધુ સુંદરતાથી દેખાડવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK