સલમાનના જન્મદિવસે રિલીઝ થશે બજરંગી ભાઈજાનનો પહેલો લુક

Published: 22nd November, 2014 05:58 IST

આવતા મહિનામાં ૨૭ તારીખે સલમાન ખાનનો બર્થ ડે આવે છે. એવામાં આ ઍક્ટરને બર્થ-ડે ગિફ્ટ દેવા માટે ફિલ્મમેકર કબીર ખાને અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

સમલાન કબીર સાથે મળીને દિલ્હીમાં ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ કરી રહ્યો છે એટલે કબીરે સલમાનને તેના જન્મદિને આ ફિલ્મનો પહેલો લુક ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. બર્થ-ડે સાથે ફિલ્મનો પહેલો લુક રિલીઝ થવાને કારણે સલમાન માટે આ ડબલ સેલિબ્રેશન હશે. આમ તો સલમાનના બર્થ-ડેને હજી એક મહિના જેટલો સમય બાકી છે તેમ છતાં કબીર ખાનની ટીમે પહેલો લુક રિલીઝ કરવા માટે કામ શરૂ કરી દીધું છે જેમાં સલમાન સાથે કરીના કપૂર ખાન જોવા મળશે. ‘એક થા ટાઇગર’ની જેમ આ ફિલ્મનું પોસ્ટર પણ ડિજિટલ હશે. ‘બજરંગી ભાઈજાન’ આવતા વર્ષે ઈદના સમયમાં રિલીઝ થવાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK